સુરતમાં જુગારધામ પર એસએમસીના દરોડા
પોલીસે 16 જુગારીઓને ઝડપી પાડ્યા
સુરતના લિંબાયત પોલીસ મથકની હદમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમેદરોડા પાડી 16 જુગારીઓને ઝડપી પાડ્યા હતાં.
સુરતમાં વારંવાર દારૂ અને જુગારના અડ્ડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દરોડા પાડી રહી છે. ત્યારે લિંબાયત પોલીસ મથકની હદમાં લિંબાયત શિવાજી નગર બેમાં ચાલતા કૈલાશ પાટીલના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતાં. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના દરોડાને લઈ જુગારધામ ચલાવનાર કૈલાશ પાટીલ ભાગી છુટ્યો હતો જો કે સ્થળ પરથી પોલીસે 16 જુજારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

