Site icon hindtv.in

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીમાં લપસી પડ્યા

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીમાં લપસી પડ્યા
Spread the love

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીમાં લપસી પડ્યા
અનિલભાઈ માળી અચાનક  પાણીના તેજ પ્રવાહમાં લપસી પડ્યા
સદભાગ્યે તેઓ એક ઝાડીને પકડી રાખવામાં સફળ રહ્યા

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીનો પ્રવાહ જોવા ગયેલા 50 વર્ષીય અનિલભાઈ માળી અચાનક  પાણીના તેજ પ્રવાહમાં લપસી પડ્યા હતાં. જોકે સદભાગ્યે તેઓ એક ઝાડીને પકડી રાખવામાં સફળ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્પોટ પર પહોંચી અનિલભાઈને સલામત રીતે બહાર કાઢી લીધા હતાં.

સુરતમાં ખાડી વિસ્તારમાં પાણીનું સ્તર વધતા તેને જોવા પહોંચેલા 50 વર્ષીય અનિલભાઈ માળીનો પગ અચાનક લપસી ગયો હતો અને તેઓ પાણીના તેજ પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. પરંતુ સદ્ભાગ્યે નજીકની ઝાડીમાં તેમનો હાથ આવી જતાં તેઓ ત્યાં અટકી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તેમની પત્નીએ તાત્કાલિક 112 નંબર પર કોલ કર્યો હતો. માત્ર 5 જ મિનિટમાં કાપોદ્રા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. દોરડા વડે ભારે મથામણ બાદ અનિલભાઈને ખાડીમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતાં. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓએ પરિવારની મુલાકાત લઈ તમામ મદદની ખાતરી આપી હતી.

Exit mobile version