Site icon hindtv.in

સુરત ગ્રામ્યમાં જુગાર રેઇડ અરેઠ ગામમાંથી 6 શખ્સો ઝડપાયા

સુરત ગ્રામ્યમાં જુગાર રેઇડ અરેઠ ગામમાંથી 6 શખ્સો ઝડપાયા
Spread the love

સુરત ગ્રામ્યમાં જુગાર રેઇડ અરેઠ ગામમાંથી 6 શખ્સો ઝડપાયા
2.11 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા અરેઠ ગામ ના ફાફડ ફળિયામાંથી સાવણિયો જુગાર રમતા છ ઈસમો સહિત કૂલ 2,11,000/હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.

સુરત જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી પોલીસના મહા નિરીક્ષક તથા નાયબ મહા નિરીક્ષક હિતેશ જોઈસરની મળેલ સૂચના અનુસાર એલસીબીના આર.બી ભટોળ પીઆઇ તથા એલસીબીના શાખાના પો.સ.ઇ જે એસ પટેલ, તથા  તેમની ટીમના સ્મિત રમેશ, દિનેશ કાનજી, અક્ષય શંકર દ્વારા સંયુક્ત રીતે ચોક્કસ બાતમીના આધારે અરેઠ ગામમાં ફાંફડ ફળિયામાં શશીકાંતભાઈ નરેશ રાઠોડ બહારથી જુગારીયાઓને બોલાવી પોતાના ઘરમાં જુગાર રમાડતા હતા. તે દરમિયાન સ્થળ ઉપર રેડ કરતા છ ઈસમો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જેમાં રૂપિયા 2,11000/નો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો. આરોપીઓમાં શશીકાંત રાઠોડ, રજનીકાંત ગામીત, સુનિલ સવાણી, દિપુલ પટેલ, પિયુષ મોદી, અર્જુનભાઈ ચૌહાણ ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી….

Exit mobile version