Site icon hindtv.in

ભાવનગર જિલ્લાના કલેકટ દ્વારા છ ઇસમો વિરૂધ્ધ પાસા

ભાવનગર જિલ્લાના કલેકટ દ્વારા છ ઇસમો વિરૂધ્ધ પાસા
Spread the love

ભાવનગર જિલ્લાના કલેકટ દ્વારા છ ઇસમો વિરૂધ્ધ પાસા
ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ છ ઇસમો વિરૂધ્ધ પાસા
ગુજરાત રાજયની અલગ-અલગ જેલ ખાતે મોકલી આપ્યા

ભાવનગર જિલ્લાના કલેકટ દ્વારા ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ છ ઇસમો વિરૂધ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરતાં ગુજરાત રાજયની અલગ-અલગ જેલ ખાતે મોકલી આપતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ઘોઘા રોડ તથા અલંગ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકનાંઓએ અધિકારીઓને ઇંગ્લીશ દારૂ, મિલ્કત સંબંધી તથા શરીરસંબંધી ગુન્હાઓને લગતી અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે સુચના આપવામાં આવેલ હતી. ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન, અલંગ પોલીસ સ્ટેશન દ્વારા ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટનાઓ તરફ મોકલી આપવામાં આવેલ હતી. જે અંગે કલેકટરનાંએ પાસા દરખાસ્ત માન્ય રાખી પાસા વોરંટ ઇશ્યુ કરેલ. જે નીચે મુજબના ઇસમોને પાસા વોરંટની બજવણી કરી ગુજરાત રાજયની અલગ-અલગ જેલમાં મોકલી આપવામાં આવેલ. 1, અલ્પેશભાઇ ઉર્ફે અલ્પો ઓઘડભાઇ ડોડીયાને મધ્યસ્થ જેલ રાજકોટ 2, અમિતભાઇ અરવિંદભાઇ ડોડીયાને ખાસ જેલ, ભુજ 3, મનદિપસિંહ લીલુભા ગોહિલને મધ્યસ્થ જેલ, રાજકોટ) 4, હાર્દીકસિંહ લીલુભા ગોહિલને ખાસ જેલ, ભુજ 5, સુનીલ ઉર્ફે છનો મનુભાઇ વાઘેલાને મધ્યસ્થ જેલ સાબરમતી, અમદાવાદ 6, સંજયભાઇ સુખાભાઇ ખાંભલીયાને ખાસ જેલ, ભુજ મોકલી આપ્યા છે

Exit mobile version