સુરતમાં સતત ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર
મનપા કમિશનર એમ. નાગરાજે નાગરિકોને અપીલ કરી
તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને સુરક્ષિત રહેવાની અપીલ કરી
સુરતમાં સતત ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. મનપા કમિશનર એમ. નાગરાજે નાગરિકોને અતિઆવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને સુરક્ષિત રહેવાની અપીલ કરી હતી.
સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મનપા કમિશનર એમ. નાગરાજે તમામ નાગરિકોને અતિઆવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી હતી અને સાથે જ તેમણે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરો, અફવાઓથી દૂર રહો અને પોતાની તેમજ પરિવારની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપો. જરૂર પડ્યે જ બહાર નીકળો અને સાવચેતી રાખીને સુરક્ષિત રહો.

