Site icon hindtv.in

સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો

સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો
Spread the love

સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો
ઘર કંકાસથી કંટાળી 14 વર્ષિય કિશોરીનો આપઘાત પ્રયાસ
પોલીસે કિશોરીનુ રેસ્ક્યુ કર્યા બાદ કાઉન્સેલિંગ કર્યું

સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં ઘર કંકાસથી કંટાળી 14 વર્ષિય કિશોરી આપઘાત કરવા તળાવ પર પહોંચી હતી જો કે પોલીસ અને ફાયરની ટીમે સમય સુચકતા વાપરી સ્થળે દોડી જઈ કિશોરીનુ રેસ્ક્યુ કર્યુ હતું.

સુરતમાં ફરી એક ચોંકાવનારી ઘટના બનતા રહી ગઈ છે. સુરતના પુણા પોલીસ મથકની હદમાં આવેલા તળાવ પર એક 14 વર્ષીય કિશોરી આપઘાત કરવા પહોંચી હોય જેની જાણ લોકોએ પોલીસને કરતા પુણા પોલીસ અને ફાયરની ટીમ ત્વરિત સ્થળે દોડી ગઈ હતી અને તળાવ પર પડતુ મુકે તે પહેલા જ કિશોરીનુ પોલીસ અને ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યુ હતું. તો કિશોરીની પુછપરછ કરતા ઘર કંકાસથી કંટાળી આપઘાત કરવા તળાવ પર પહોંચી હોવાનુ સામે આવ્યુ હતું. પોલીસે કિશોરીનુ રેસ્ક્યુ કર્યા બાદ કાઉન્સેલિંગ કર્યા બાદ પરિવારને સોંપતા લોકોએ પોલીસ અને ફાયરની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Exit mobile version