સુરતના ભટારની સંજીવની હોસ્પિટલની રજત જયંતિની ઉજવણી
સંજીવની હોસ્પિટલ એન્ડ આઈસીસીયુ સેન્ટરે આરોગ્યસેવાના 25 વર્ષ પૂર્ણ કર્યા
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે નવા સર્જિકલ યુનિટનું ઉદ્ઘાટન
અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવા સર્જિકલ યુનિટનો પ્રારંભ
સુરતના ભટાર વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલ એન્ડ આઈસીસીયુ સેન્ટરે આરોગ્યસેવાના ક્ષેત્રમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે હોસ્પિટલની રજત જયંતિની ઉજવણી સાથે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવા સર્જિકલ યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે નવા સર્જિકલ યુનિટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના એનએબીએચએક્રેડિટેશનની સિદ્ધિની પણ ઉજવણી કરવામાં આવી હતી
સુરતના ભટાર રોડ વિસ્તારમાં આવેલી સંજીવની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ આઈસીસીયુ સેન્ટરે આરોગ્યસેવાના ક્ષેત્રમાં 25 વર્ષની વિશ્વાસપૂર્ણ સફર પૂર્ણ કરી છે. આ ગૌરવપૂર્ણ અવસરે હોસ્પિટલ દ્વારા નવા સર્જિકલ યુનિટની શરૂઆત કરવામાં આવી છે નવા સર્જિકલ યુનિટમાં અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર, સુસજ્જ ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે ICU અને 24 કલાક ઇમરજન્સી સેવા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત દર્દીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જનરલ વોર્ડ, સેમી-સ્પેશિયલ રૂમ અને સ્પેશિયલ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.હોસ્પિટલના નવા સર્જિકલ યુનિટમાં લેપ્રોસ્કોપિક સર્જરી, ઓર્થોપેડિક સર્જરી, એપેન્ડિક્સ, પિત્તાશય અને હર્નિયાની સર્જરી સહિત વિવિધ પ્રકારની શસ્ત્રક્રિયાઓની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત ગેસ્ટ્રો સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, કેન્સર સંબંધિત ઓન્કોસર્જરી અને યુરો સર્જરી જેવી વિશેષ સારવાર પણ પૂરી પાડવામાં આવશે.તેની સાથે ડાયાબિટિક ફૂટ ક્લિનિક, ઝેરની અસર માટે સારવાર કેન્દ્ર, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ, એલર્જી, દમ અને ફેફસાં સંબંધિત બીમારીઓની સારવાર સહિત સંપૂર્ણ હેલ્થ ચેકઅપ પેકેજની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.હોસ્પિટલમાં અનુભવી તબીબોની ટીમ દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવા માટે કાર્યરત છે. જેમાં ડૉ. ધીરેન સી. પટેલ, એમ.ડી. મેડિસિન, છેલ્લા 25 વર્ષથી હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. તેમણે અમેરિકાથી F.A.C.P.ની ઉચ્ચ લાયકાત મેળવી છે અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ પુરસ્કારોથી સન્માનિત થયા છે.આ ઉપરાંત ડૉ. અક્ષ પટેલ, એમ.ડી. મેડિસિન, ICU, ક્રિટિકલ કેર અને ડાયાબિટિક ફૂટ કેર ક્ષેત્રે અનુભવ ધરાવે છે. જ્યારે ડૉ. બિરજુ પટેલ, એમ.એસ. જનરલ સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરી સહિત વિવિધ પ્રકારની સર્જિકલ સારવારમાં નિપુણતા ધરાવે છે.સંજીવની હોસ્પિટલને મળેલું NABH એક્રેડિટેશન ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા અને દર્દીઓની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. હોસ્પિટલ દ્વારા મેડિક્લેમ રિઇમ્બર્સમેન્ટ અને કેશલેસ સારવારની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે સંબંધિત વીમા કંપની અને પોલિસીની શરતોને આધીન રહેશે.હોસ્પિટલના સંચાલકોના જણાવ્યા અનુસાર, છેલ્લા 25 વર્ષથી દર્દીઓએ મૂકેલા વિશ્વાસને જાળવી રાખીને આધુનિક તબીબી સુવિધાઓ સાથે સંવેદનશીલ અને જવાબદાર આરોગ્યસેવા પૂરી પાડવાનો સંકલ્પ આગળ પણ યથાવત્ રહેશે.

