Site icon hindtv.in

રાજભા ગઢવી વિવાદ પર અધિકારીઓ અને વન પર્યાવરણ મંત્રીઓનું મૌન.

રાજભા ગઢવી વિવાદ પર અધિકારીઓ અને વન પર્યાવરણ મંત્રીઓનું મૌન.
Spread the love

રાજભા ગઢવી વિવાદ પર અધિકારીઓ અને વન પર્યાવરણ મંત્રીઓનું મૌન.
સવાલ પૂછતા વન પર્યાવરણ મંત્રી મોઢવાડીયાએ ચાલતી પકડી,
આ મુદ્દે અન્ય માલધારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે,

અમરેલી જિલ્લાના ધારી ગીરમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીને નેસમાં માલધારી તરીકે મંજૂરી મળતા વિવાદ સર્જાયો છે. આ મુદ્દે અન્ય માલધારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે મીડિયા દ્વારા અર્જૂન મોઢવાડિયાને આ મુદ્દે સવાલ કરાતાં જ તેમણે માઈક કાઢી નાખ્યું હતું અને જવાબ આપવાનું ટાળ્યું હતું.

ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવતી પાણીયા રેન્જમાં લીલીપાણી નેસમાં રાજભા ગઢવીના પિતાના નામે વર્ષ 2023 માં માલધારી તરીકેની અરજી કરવામાં આવી હતી. જોકે, વન વિભાગ દ્વારા તે અરજી નામંજૂર કરવામાં આવી હતી, કારણ કે તેમના પિતાને સરકારે જમીન સાંથણી માટે આપી હતી અને રેવન્યુમાં મિલકત ન હોવી જોઈએ તેવી શરત હતી. થોડા દિવસો પહેલા,ગત 22મી તારીખે રાજભા ગઢવીએ ફરી અરજી કરતા તેમને માલધારી તરીકે મંજૂરી મળી હતી. આ મંજૂરી મળતા જ અન્ય માલધારીઓમાં વિરોધનો વંટોળ ઉભો થયો હતો. કેટલાક માલધારીઓ ગાંધીનગર પહોંચી રજૂઆતો કરી હતી અને મીડિયા સમક્ષ આવીને જણાવ્યું હતું કે, “અમને પણ મંજૂરી આપો, રાજભા જેટલા જ અમારી પાસે પુરાવા છે. વન વિભાગ અમને જવાબ આપતું નથી.” આવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે વન વિભાગના ડીસીએફ સહિતના અધિકારીઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા કે જવાબ આપવાનું ટાળવામાં આવ્યું હતું. અને વનમંત્રીએ મૌન ધારણ કરી મીડિયાને જવાબ આપવાનું ટાળી ચાલતી પકડી હતી.

રાજ્ય સરકારના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ગીરપૂર્વની મુલાકાતે પહોંચ્યા હતા. મીડિયા દ્વારા રાજભા ગઢવીને મળેલી મંજૂરી અને માલધારીઓના વિરોધ અંગે સવાલ પૂછવામાં આવતા, વનમંત્રીએ મૌન ધારણ કરી મીડિયાને જવાબ આપવાનું ટાળી ચાલતી પકડી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version