Site icon hindtv.in

ગિરીશ ભીમાણી મુદ્દે અમરેલીમાં બી.સી.એ કોલેજ કેમ્પસનો ઘેરાવ

ગિરીશ ભીમાણી મુદ્દે અમરેલીમાં બી.સી.એ કોલેજ કેમ્પસનો ઘેરાવ
Spread the love

ગિરીશ ભીમાણી મુદ્દે અમરેલીમાં બી.સી.એ કોલેજ કેમ્પસનો ઘેરાવ
ગિરીશ ભીમાણી સામે પોલીસ કાર્યવાહીની માગ સાથે વિરોધ
વિદ્યાર્થીઓને સાથે રાખી એબીવીપીએ કર્યો ઉગ્ર વિરોધ

રાજકોટના શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવનારી એક ઘટનામાં સામે આવી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી પર વિદ્યાર્થિનીઓની છેડતીના ગંભીર આરોપો બાદ આ ગંભીર ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નહિ નોંધાતા અમરેલી બી.સી.એ કોલેજ કેમ્પસનો એબીવીપીએ ઘેરાવ કરતા ગિરીશ ભીમાણી સામે પોલીસ ફરિયાદની કાર્યવાહીની માગ સાથે વિરોધ કર્યો છે

રાજકોટના શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવનારી એક ઘટનામાં સામે આવી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી પર વિદ્યાર્થિનીઓની છેડતીના ગંભીર આરોપો લાગ્યા છે. આ મામલે ગુરુવારે ગુજરાત પ્રદેશ NSUI દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન કાર્યકરોએ ભીમાણીનું મોઢું શાહીથી કાળું કરી દીધું હતું. જોકે, આ ગંભીર ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નહિ નોંધાતા અમરેલી બી.સી.એ કોલેજ કેમ્પસનો ABVP એ ઘેરાવ કરતા ગિરીશ ભીમાણી સામે પોલીસ ફરિયાદની કાર્યવાહીની માગ સાથે વિરોધ કર્યો છે, આ સમગ્ર વિવાદનું કેન્દ્ર અમરેલી જિલ્લા વિધાનસભાના નિયામક તરીકે ગિરીશ ભીમાણીની આબુ ટૂર છે. આરોપો અનુસાર, 12 અને 13 જાન્યુઆરીના રોજ આયોજિત આ પ્રવાસમાં ભીમાણીએ નશાની હાલતમાં 10 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં અને છેડતી કરી હતી. આ ઘટના પ્રકાશમાં આવતા જ ગજેરા સંકુલે ગિરીશ ભીમાણીને તેમના તમામ પદો પરથી તાત્કાલિક અસરથી દૂર કરી દીધા હતા. પરંતુ હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી

આ સમાધાન સામે રોષ વ્યક્ત કરતા NSUIના કાર્યકરોએ ‘ગિરીશ ભીમાણી મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા. તેમણે ભીમાણીના પૂતળાનું દહન કર્યું અને તેમને રસ્તા પર આંતરીને તેમના ચહેરા પર શાહી લગાવી વિરોધ નોંધાવ્યો હતો. NSUIએ આ ઘટનામાં નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. નરેન્દ્ર સોલંકીએ આક્ષેપ કર્યો કે, “ભીમાણી ભાજપના કાર્યકર હોવાથી તેમને રાજકીય રક્ષણ મળી રહ્યું છે અને તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ રહી નથી.” બીજી બાજુ મહિલા કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મરે પણ આ મામલે રોષ વ્યક્ત કરતાં સરકાર સામે આકરા પ્રહરો કર્યા હતા. અમરેલી જિલ્લા વિદ્યાસભાએ પણ ગિરીશ ભીમાણીને નિયામક કોલેજ વિભાગની તમામ જવાબદારીથી મુક્ત કરી દીધા હતા.

Exit mobile version