Site icon hindtv.in

સુરતના ભેસ્તાનના સિદ્ધાર્થ નગર બ્રિજનો વિવાદ

સુરતના ભેસ્તાનના સિદ્ધાર્થ નગર બ્રિજનો વિવાદ
Spread the love

સુરતના ભેસ્તાનના સિદ્ધાર્થ નગર બ્રિજનો વિવાદ
મેયર, ભાજપ પ્રમુખ, કોર્પોરેટરો સહિતનાઓ બિરજ મુલાકાતે
ફ્લાય ઓવરબ્રિજ બાબતે લોકો દુષ પ્રચાર

સુરતના ભેસ્તાન ખાતે હાલમાં જ કેન્દ્રીય મંત્રીના હસ્તે ખુલ્લા મુકાયેલા બ્રિજનો વિવાદ વકરતા મેયર, ભાજપ પ્રમુખ, કોર્પોરેટરો સહિતનાઓએ બ્રિજની મુલાકાત લીધી હતી.

સુરત ભેસ્તાન સિદ્ધાર્થનગર ફ્લાય ઓવરબ્રિજને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે ખુલ્લો મુકાયો હતો જો કે હાલ આ બ્રિજ વિવાદમાં આવ્યો હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પરેશ પટેલ, સુરત શહેર મેયર દક્ષેશ માવાણી, કોર્પોરેટરો, હોદેદારો સાથે અધિકારીઓએ બ્રીજની મુલાકાત લીધી હતી. જ્યાં મેયરે કહ્યુ હતું કે 1800 જેટલી ઈન્ડસ્ટ્રીયલ અને 40 હજાર જેટલા વર્કર ફ્લાય ઓવર બ્રીજનો ઉપયોગ કરી રહ્યા છે. ચોકડી પર થતું ટ્રાફિક આ બ્રિજના કારણે ઓછું થયું છે લોકના વાહનો ઈંધણનું બચત થયું છે. હાલ સિદ્ધાર્થ નગર ફ્લાય ઓવરબ્રિજ ઇન્ડસ્ટ્રીયલના લોકો માટે ઉપયોગી બન્યો છે. ફ્લાય ઓવરબ્રિજ બાબતે લોકો દુષ પ્રચાર કરી રહ્યા હોવાનું કહી મેયરે કહ્યુ હતું કે થોડા મહિનાઓમાં જ રેલવે ઓવર બ્રિજ પણ શરૂ કરવામાં આવશે. અને ટોલનાકા વગરનો આ રોડ લોકો માટે ખુબજ ઉપયોગી સાબીત થશે.

Exit mobile version