Site icon hindtv.in

મઢી સુગર ફેક્ટરીમાં શ્રીજીની સ્થાપના કરાઈ

મઢી સુગર ફેક્ટરીમાં શ્રીજીની સ્થાપના કરાઈ
Spread the love

મઢી સુગર ફેક્ટરીમાં શ્રીજીની સ્થાપના કરાઈ
શ્રીજીની ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં રંગેચંગે સ્થાપના કરાઈ
મઢી સુગર ફેક્ટરીનું વાતાવરણ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું

મઢી સુગર ફેક્ટરીમાં વિઘ્નહર્તા દુંદાળા દેવ શ્રીજીની ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં રંગેચંગે સ્થાપના કરાઈ .

મઢી સુગર ફેક્ટરીમાં આજરોજ દુંદાળા દેવ શ્રી ગણેશજીની ભક્તિભાવ માહોલમાં શાસ્ત્રોકવિધી અનુસાર સ્થાપના કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર અને સાંસ્કૃતિક ઉત્સવ સમિતિના પ્રમુખ અવિનાશ ઢેકાણેના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં દરેક અધિકારીગણ, કર્મચારીગણ તથા કામદાર કર્મચારીઓ તેમજ તેમના ઘરના દરેક સભ્યો જોડાયા હતા. ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા, ના નારાઓથી મઢી સુગરનું વાતાવરણ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. આ શુભ પ્રસંગે સંસ્થાના વાઇસ ચેરમેન અલ્પેશ મગન પટેલે વિશે હાજરી આપી હતી

Exit mobile version