માંડવી ખાતે શ્રી ખોડલધામ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
કાગવડ દ્વારા દશાબ્દી વર્ષ અંતર્ગત દિવ્ય રથ
કાગવડ દ્વારા દશાબ્દી વર્ષ અંતર્ગત માંડવી ખાતે ખોડલધામ ટ્રસ્ટ કાગવડથી શ્રી ખોડીયાર ભવ્ય અને દિવ્ય રથ આવી પહોંચતા મણીબા પ્રવેશ દ્વારે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું.
માંડવી નગર ખાતે આજરોજ સવારે 7:00 કલાકે શ્રી ખોડલધામ કાગવડથી શ્રી ખોડીયાર ભવ્યરથ આવી પહોંચતા ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ તથા સમસ્ત પટેલ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરી આરતી ઉતારવામાં આવી હતી. શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સમાજના લાભાર્થે આ ખોડીયાર રથનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા મણીબા પ્રવેશ દ્વારથી આખા નગરમાં ડીજેના સથવારે કાઢવામાં આવી હતી જેમાં માંડવી ના નગરજનો દ્વારા ઠેર ઠેર પુષ્પો વર્ષા કરવામાં આવી હતી જેમાં ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો ગરબાના તાલે જૂમી ઉઠ્યા હતા અને ભક્તિભાવ માહોલનું સર્જન થવા પામ્યું હતું.
આ પ્રસંગે રાજસ્થાન સેવા સંઘ દ્વારા વિનામૂલ્ય ઠંડી છાશનો વિતરણ કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોએ લાહવો લીધો હતો. આ પ્રસંગે સમાજના અગ્રણી મગનભાઈ પટેલ, વિજયભાઈ રામાણી, દિલીપભાઈ પટેલ , જીવણભાઈ, રબારી નટુભાઈ રબારી, નિતેશભાઇ પટેલ તેમજ સમસ્ત પાટીદાર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે ભોજન પ્રસાદીનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

