Site icon hindtv.in

સુરત : આશાવર્કર બહેનોના કલેકટર કચેરી બહાર દેખાવો

સુરત : આશાવર્કર બહેનોના કલેકટર કચેરી બહાર દેખાવો
Spread the love

સુરત : આશાવર્કર બહેનોના કલેકટર કચેરી બહાર દેખાવો
કાયમી નોકરી અને ફિક્સ પગાર ધોરણની માગ કતરી
માંગણીઓનું નિરાકરણ લાવવા કલેકટરને આવેદન પત્ર આપી માંગ કરાઈ

આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોને સોપવામાં આવેલી ઓનલાઇન ટેકો કામગીરી તાત્કાલિક સ્થગિત કરી પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા કલેકટરને આવેદન પત્ર આપી માંગ કરાઈ હતી.

મહિલા શક્તિ સેના દ્વારા સુરત કલેકટર અને મુખ્યમંત્રીને સંબોધી અપાયેલા આવેદન પત્રમાં જણાવાયુ હતું કે ગુજરાત રાજય ના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશાવર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોને ટેકોની ઓનલાઇન તમામ કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી આદેશ આપેલ છે. પરંતુ આ કામગીરી કઈ રીતે તાત્કાલિક ધોરણે શક્ય છે? સૌથી પહેલાં તો ટેકો ની ઓનલાઇન કામગીરી કરવા માટે સારી ક્વોલીટી નો મોબાઈલ જોઈએ જે આશાવર્કર બહેનો પાસે નથી તેવા સંજોગો માં તો રીતસર અમુક અધિકારીઓ આ ગરીબ બહેનો ને વ્યાજે રૂપિયા લાવી ને પણ મોંઘો મોબાઇલ લાવી ફરજીયાત ટેકો માં ઓનલાઈન કામ કરવા માટે દબાણ આપી રહ્યા છે તો શું આ યોગ્ય કહેવાય?? વળી આ ટેકી ઓનલાઇન કામગીરીમાં અનેક પ્રશ્નો ઉભા થયેલ છે. જેમાં સૌથી વિકટ પ્રશ્ન મોબાઈલ નો જ ઊભો થયેલ છે. 2 હજાર ઇન્સેન્ટિવ લેવા વાળી આ આશા વર્કર બહેનો પાસે હાઈફાઈ મોબાઈલ ક્યાંથી હોવાના છે?? ગુજરાત ની તમામ આશાવર્કર બહેનો રાત દિવસ સતત ખારોગ્ય ને લગતી તમામ સરકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડી ને મેન્યુઅલ તો બધું જ ફિલ્ડ નું કામ કરી જ રહી છે તેમ છતાં તમારે એજ મેન્યુઅલ તમામ કામગીરી ઓનલાઇન કરાવી છે તો એ મુજબ સારા ક્વોલીટી ના મોબાઈલ તો આપો પેહલા તેવા સવાલો સાથે આશા વર્કર બહેનો અને આશા ફેસીલીટેટર બહેનોની પડતર માંગણીઓનુ નિરાકરણ લાવવા માંગ કરાઈ હતી.

Exit mobile version