અમરેલી એસટી ડિવિઝનમાં ડ્રાઇવર કંડકટરની ઘટ
43 એસટી બસ ફાળવવામાં આવી
134 ડ્રાઈવર અને 66 કંડક્ટરની જગ્યાઓ ખાલી પડી
અમરેલીમાં રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ 19 એસટી બસોનો લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે અમરેલી એસટી ડિવિઝનમાં ડ્રાઇવર કંડકટરની ઘટ વચ્ચે નવી 43 એસટી બસ ફાળવવામાં આવતા રોષ જોવા મળયો છે
અગાઉ અમરેલી જિલ્લામાં મુસાફરીની સુવિધા માટે ગુજરાત એસટી નિગમ તરફથી ચાલુ નાણાકીય વર્ષમાં 16 ડિલક્ષ બસ અને 8 મીની બસ એમ કુલ-24 બસની ફાળવણી કરી હતી. અમરેલીમાં આજે 1 ગુર્જર નગરી અને 18 ડિલક્સ બસનું લોકાર્પણ થવાથી ચાલુ નાણાકીય વર્ષમાં અમરેલી જિલ્લામાં કુલ નવી – 43 બસ કાર્યરત થઈ છે. રાજ્યમંત્રી કૌશિક વેકરીયા સાથે અન્ય મહાનુભાવોએ આ નવીન એસટી બસોમાં બેસીને તેનું નિરીક્ષણ પણ કર્યું હતું.ત્યારે અમરેલી એસટી ડિવિઝનમાં ડ્રાઇવર કંડકટરની ઘટ વચ્ચે નવી 43 એસટી બસ ફાળવવામાં આવતા રોષ જોવા મળયો છે, હાલ એસટી ડિવિઝનમાં 134 ડ્રાઈવર અને 66 કંડક્ટરની જગ્યાઓ ખાલી પડી છે ત્યારે આ જગ્યાઓ ભરવા માંગ ઉઠી છે
અમરેલી એસટી વિભાગને નવી 19 બસ મળવાથી સાવરકુંડલા ડેપો હેઠળ છોટાઉદેપુર- સાવરકુંડલા, સાવરકુંડલા- વેરાવળ, સાવરકુંડલા- ગગારડી અને રાજુલા – રાજકોટ, અમરેલી ડેપો હેઠળ જાફરાબાદ- ગાંધીનગર, બગસરા ડેપો હેઠળ બગસરા- કૃષ્ણનગર, બગસરા- સુરત, સુરત- બગસરા, ધારી ડેપો હેઠળ ધારી-વિસનગર, ધારી – જામનગર, ઉના ડેપોની ઉના-ઓખા અને કોડીનાર ડેપો હેઠળ કોડીનાર- વડોદરા, કોડીનાર-રાજકોટ, દીવ-રાજકોટ અને ઉના – પોરબંદર રૂટ શરૂ કરવામાં આવ્યા છે. ડરાઇવરો અને કંડકટરની ઘાટ વચ્ચે આ નવી બસો ચાલશે કે પછી બંધ હાલતમાં પડી રહેશે તે એક મોટો સવાલ છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

