Site icon hindtv.in

જૂનાગઢમાં ગોપાલ ઈટાલીયા ઉપર જુતુ ફેંકવાની ઘટના

જૂનાગઢમાં ગોપાલ ઈટાલીયા ઉપર જુતુ ફેંકવાની ઘટના
Spread the love

જૂનાગઢમાં ગોપાલ ઈટાલીયા ઉપર જુતુ ફેંકવાની ઘટના
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર
જુતુ ફેંકનાર શબ્બીર મહંમદ હુસેન પરમારે વટાણા વેરી દીધા

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના ગડુ ખાતે 16 જાન્યુઆરીની રાતે આયોજિત ખેડૂત સન્માન સભામાં અચાનક માહોલ ગરમાયો હતો. આ સભામાં આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા શખસ દ્વારા તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે આ ઘટના બનતાંની સાથે જ ત્યાં હાજર રહેલા જાગ્રત કાર્યકર્તાઓ અને પોલીસ સ્ટાફે તાત્કાલિક હરકતમાં આવી જૂતું કઢનારી વ્યક્તિને દબોચી લીધી હતી.

ગુજરાતમાં આપ પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સાથે આ પ્રકારની ઘટના પહેલીવાર બની નથી. આ અગાઉ જામનગર ખાતે પણ એક કાર્યક્રમ દરમિયાન તેમના પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. જામનગરની એ ઘટના બાદ ફરી એકવાર જૂનાગઢ માળિયા હાટીનામાં એનું પુનરાવર્તન થતાં સુરક્ષા-વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી સખત શબ્દોમાં વખોડી કાઢી છે,

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ઉપર જુતુ ફેંકનાર શબ્બીર મહંમદ હુસેન પરમારે વટાણા વેરી દીધા છે તેણે જણાવ્યું કે, આ લોકોએ મને લાલચ આપી હતી કે, તમારે એક કામ કરવાનું છે અને તેના બદલામાં તમને પૈસા મળશે. મને કહેવામાં આવ્યું હતું કે, તમારે ગોપાલ ઈટાલિયાને જૂતું મારવાનું છે. તેઓ રૂ. 50,000 આપવાની વાત કરતા હતાં અને કહેતા હતા કે, તેમાંથી અડધા અત્યારે કરાવી આપીશ. આ રીતે મને ઓફર આપીને તેઓએ તૈયાર કર્યો હતો.

જુતુ ફેંકનારે વધુમાં જણાવ્યું હતું કે આમાં ભંડુરી રામજીભાઈનો છોકરો મીત સામેલ હતો. આ ઉપરાંત બાબુભાઈ અને રાજુભાઈ નામના વ્યક્તિ હતા, જેઓ પોતાની ગાડી લઈને આવ્યા હતા. તેમની સાથે એક ડ્રાઈવર પણ હતો જે પોતાને પોલીસમાં હોવાનું કહેતો હતો. તેણે મને આશ્વાસન આપ્યું હતું કે, તમે આ કામ કરજો, તમારો વાળ પણ વાંકો નહીં થવા દઉં….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version