મહા શિવરાત્રિને પગલે દાહોદમાં ચોથી વખત શિવજી કી સવારી
દર વર્ષે શીવજી કિ સંવારીમાં ભંડારાનુ પણ આયોજન
શીવ સવારીમાં ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની
મહાશિવરાત્રિને પગલે દાહોદ શહેરમાં ચોથી વખત શિવજી કી સવારી નું આયોજન કરવામાં આવ્યું જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતાં અને અલગ અલગ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી
મહાશિવરાત્રી પર્વને લઈ મહાદેવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું જમાવડો જોવા મળી રહ્યું હતું, શિવરાત્રિ પર્વની ઉજવણી માટે એક અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો હતો ત્યારે દાહોદમાં ચોથી વખત શિવજીની સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય શિવજીની પ્રતિમા સાથે નીકળેલી યાત્રામાં ડમરૂ નૃત્ય તેમજ અલગ અલગ ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું, જીમ્નાસ્ટિક સહિતના અલગ અલગ કરતબોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ગોધરા રોડ સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી યાત્રાનો શુભારંભ કરાયો હતો જે ગોધરા રોડ, ભગિની સમાજ થઈને નગરપાલિકાથી એમજી રોડ ઉપર થઈ ગોધરા રોડ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. સવારી દરમિયાન, ક્યાંક આઈસ્ક્રીમ તો ક્યાંક સાબુદાણાની ખીચડી તો ક્યાંક ફલફ્રુટ રાખવામાં આવ્યા હતા, ઠેર ઠેર ભક્તો માટે ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવી હતી ઠેર ઠેર શીવ પ્રતિમાનું ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું, યાત્રામાં ઉત્સાહ ભેર હજારોની સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અને શહેરના માર્ગોપર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું તો ત્યાં ઢોલ નગારા અને ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા, પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં શીવજી કિ સંવારી સંપન્ન થઈ હતી…

