Site icon hindtv.in

મરાઠા સેવા સંઘ દ્વારા સોનગઢ મરાઠી શાળામાં શિવજયંતી

મરાઠા સેવા સંઘ દ્વારા સોનગઢ મરાઠી શાળામાં શિવજયંતી
Spread the love

મરાઠા સેવા સંઘ દ્વારા સોનગઢ મરાઠી શાળામાં શિવજયંતી
છત્રપતિ શિવાજી મહારાજના ચિત્રને પુષ્પ અર્પણ

તાપીમાં મરાઠા સેવા સંઘના આયોજને સોનગઢ મરાઠી શાળામાં છત્રપતિ શિવાજી મહારાજની જયંતી ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સોનગઢ નગરપાલિકાના પ્રમુખ અને કાર્યક્રમના અધ્યક્ષ શિવમતિ સારિકા બેન પાટિલ એમના હસ્તે દીપ પ્રજ્વલન તથા છત્રપતિ શિવાજી મહારાજના ચિત્રને પુષ્પ અર્પણ કરીને કરવામાં આવી.

તાપીમાં મરાઠા સેવા સંઘના આયોજને સોનગઢ મરાઠી શાળામાં છત્રપતિ શિવાજી મહારાજની જયંતી ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી, છત્રપતિ શિવાજી મહારાજના ચિત્રને પુષ્પ અર્પણ કરી ત્યારબાદ વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવોનુ સ્વાગત અને સન્માન કર્યું. વિદ્યાર્થીઓએ શિવચરિત્ર પર આધારિત પ્રેરણાદાયી ભાષણો રજૂ કર્યા. ત્યારબાદ ગોકુલ પાટીલ અને તેમના સહયોગીઓએ શિવાજી મહારાજનો પવાડો ગાઈ દેશભક્તિપૂર્ણ વાતાવરણ સર્જ્યું. મરાઠા સેવા સંઘ ગુજરાત ના કાર્યાધ્યક્ષ ડૉ. ગિરિશ ઠાકરે સાહેબે પોતાના પ્રવચનમાં છત્રપતિ શિવાજી મહારાજ અને જિજાઉ માતાના આદર્શો પર પ્રકાશ પાડીને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત, નાટિકા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન સોનગઢ નગરપાલિકા પ્રમુખ તથા કાર્યક્રમ અધ્યક્ષ શ્રીમતી સારિકા તાઈ પાટીલના હસ્તે કરવામાં આવ્યું. મરાઠી શાળાની મુખ્ય શિક્ષિકા માયાબેન, ઉમકાનત પાટીલ સર, આત્રે ગુરુજી, ભાવનાબેન અને સેજલબેનનો પણ મરાઠા સેવા સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યો. સાથે જ શાળાને છત્રપતિ શિવાજી મહારાજનું ચિત્ર ભેટરૂપે આપવામાં આવ્યું…..

Exit mobile version