સુરતના ઓલપાડમાં ફરજ બજાવતા શિરેસ્તેદાર લાંચ લેતા ઝડપાયા
અરજી દીઠ 1 હજાર એમ ત્રણ અરજીના 3 હજારની લાંચ
આરોપી નિલેશ પાંડવને એસીબીએ ઝડપ્યો
સુરતના ઓલપાડ તાલુકાના સીટી સર્વેની કચેરીમાં ફરજ બજાવતા શિરેસ્તેદાર 3 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાતા લાંચીયા સરકારી બાબુઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.
સુરતમાં લાંચીયા સરકારી બાબુઓ થી લોકો થાકી તેઓ વિરૂદ્ધ ફરિયાદ કરતા હોય છે. ત્યારે સુરત એસીબીની ટીમે ફરિયાદના આધારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલ સીટી સર્વેની કચેરીમાં વર્ગ 3ના શિરેસ્તેદાર નિલેશ પાંડવને 3 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. આરોપી નિલેશ પાંડવએ પ્રોપર્ટી કાડમાં નામ ચઢાવવા માટે એક અરજી દીઠ 1 હજાર એમ ત્રણ અરજીના 3 હજારની લાંચની માંગણી કરી હતી. જે ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ ગોઠવેલા છટકામાં લાંચીયો સરકારી શિરેસ્તેદાર રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

