Site icon hindtv.in

જામનગરમાં પરશુરામ મંદિરનું ભૂમિપૂજન શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ કર્યું

જામનગરમાં પરશુરામ મંદિરનું ભૂમિપૂજન શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ કર્યું
Spread the love

જામનગરમાં પરશુરામ મંદિરનું ભૂમિપૂજન શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ કર્યું
શંકરાચાર્ય સરસ્વતીજીએ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને રોષ વ્યક્ત કર્યો.
બધાએ હવે એક થવાની જરૂર, એકતામાં જ શક્તિ
શંકરાચાર્યએ દેશવાશીઓને એક થવા માટે હાંકલ કરી

જામનગર નજીકના દરેડ ગામે આજે સૌરાષ્ટ્રના સૌથી મોટા પરશુરામ મંદિરનું ભૂમિપૂજન સંપન્ન થયું. દરેડ એન્ડ સોશિયલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા નિર્માણ થનારા આ મંદિરનું ભૂમિપૂજન દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું.

જામનગર નજીકના દરેડ ગામે આજે સૌરાષ્ટ્રના સૌથી મોટા તક્ષશિલા પરશુરામ ધામ તરીકે ઓળખાનારું આ મંદિર 2 લાખ 2000 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં બનશે. મંદિરની ઊંચાઈ 65 ફૂટ રાખવામાં આવશે અને તેમાં સુંદર નક્શીકામ કરવામાં આવશે. મંદિરના નિર્માણમાં પરશુરામ દાદાના જન્મસ્થળ જાનાપાઉ (મધ્યપ્રદેશ)થી લવાયેલી પવિત્ર રજનો ઉપયોગ ઈંટો બનાવવામાં કરવામાં આવશે. મંદિરનું ભૂમિપૂજન દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ધર્મના નામે થતી હિંસા દુઃખદ છે અને દેશવાસીઓને એકતા માટે હાકલ કરી હતી. તેમણે કહ્યું કે રાજકારણથી ઉપર ઉઠીને તમામ નેતાઓ અને દેશવાસીઓએ એક થવાની જરૂર છે.

ભૂમિપૂજન પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જામનગર ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણી મહારાજ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા સહિત અનેક સંતો-મહંતો અને બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version