Site icon hindtv.in

સુરતના વરાછા વિસ્તારમાં શખ્સની શરમજનક હરકત

સુરતના વરાછા વિસ્તારમાં શખ્સની શરમજનક હરકત
Spread the love

સુરતના વરાછા વિસ્તારમાં શખ્સની શરમજનક હરકત
વેપારીઓ સાથે ગેરવર્તન અને ધમાલ મચાવનાર ત્રણ અસામાજિક તત્વો
3 અસામાજિક તત્વોને પોલીસે ઝડપી જાહેરમાં વરઘોડો કાઢ્યો

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પોદ્દાર આર્કેડમાં ભારે વરસાદ બાદ ભરાયેલા પાણી વચ્ચે એક શખ્સની શરમજનક હરકત બાદ ભારે હોબાળો મચ્યો હતો. વેપારીઓ સાથે ગેરવર્તન અને ધમાલ મચાવનાર ત્રણ અસામાજિક તત્વોને પોલીસે ઝડપી જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો.

સુરતમાં ભારે વરસાદ બાદ વરાછાના પોદ્દાર આર્કેડમાં પાણી ભરાઈ જતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તે દરમિયાન એક માથાભારે શખ્સ ઉપરના ફ્લોર પરથી ભરાયેલા પાણીમાં લઘુશંકા કરતો જોવા મળ્યો હતો. વેપારીઓએ આ હરકતનો વિરોધ કરતા મામલો ઉગ્ર બન્યો હતો. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે પ્રેસનું આઈડી કાર્ડ ધરાવતા મુન્ના નામના વ્યક્તિએ અન્ય સાથીઓ સાથે મળી વેપારીઓને ધમકાવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં વરાછા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને પોલીસે ત્રણેય અસામાજિક તત્વોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ લોકોને કાયદાનો સંદેશ આપવા માટે ત્રણેય અસામાજિક તત્વોનો પોદ્દાર આર્કેડ વિસ્તારમાં લઈ જઈ જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો.

Exit mobile version