Site icon hindtv.in

શક્તિપીઠ અંબાજી તરફ જતા માર્ગો પર શ્રદ્ધાનો સાગર

શક્તિપીઠ અંબાજી તરફ જતા માર્ગો પર શ્રદ્ધાનો સાગર
Spread the love

શક્તિપીઠ અંબાજી તરફ જતા માર્ગો પર શ્રદ્ધાનો સાગર
રાજકોટથી અંબાજી જતો સંધ આકર્ષણનું કેન્દ્ર
રોજ અલગ અલગ કપડાં પહેરીને શણગારથી સજીને માતાજીના ધામ પહોંચ્યા

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અનેક શ્રદ્ધાળુમાં અંબાના દર્શનાર્થે આવતા હોય છે. રાજકોટ આઈ શ્રી અંબા ખોડીયાર મંદિર, ધારેશ્વર સોસાયટીથી નીકળેલો સંઘ આજે ચૌદશના દિવસે માં અંબાના ધામમાં પહોંચ્યો છે.

રાજકોટ આઈ શ્રી અંબા ખોડીયાર મંદિર સંઘ છેલ્લા 23 વર્ષથી રાજકોટથી માં અંબાના ધામમાં પગપાળા સંઘ લઈને આવે છે.રાજકોટથી અહીં પહોંચતા 13 દિવસ થયા છે. સંઘમાં 125 થી વધુ યાત્રાળુઓ છે. સંઘમાં તમામ પ્રકારની વ્યવસ્થા સાથે લઈને આવે છે તેમજ દરેક યાત્રાળુઓ અલગ અલગ દિવસે અલગ અલગ સાંસ્કૃતિક પહેરવેશ પહેરે છે. આ પહેરવેશ પહેરીને માં ના દરબારમાં આવે છે જેથી માતાજીના ધામમાં પહોંચતા અલૌકિક અનુભૂતિ થાય છે. સાંસ્કૃતિક પહેરવેશ પહેરવાનું મુખ્ય કારણ માતાજીને બને તેટલું રિઝવવાનો પ્રયાસ કરે છે. જેથી કરી માં અંબા નવરાત્રીના નવ દિવસ મંદિરે પધારે અને આશીર્વાદ આપે. દરેક લોકોને સાંસ્કૃતિક પહેરવેશ પહેરી માં ના દરબારમાં જવું જોઈએ જેથી આ માતાજીના અનેરા પ્રસંગને આપણે દીપાવી શકીએ. આપણી સંસ્કૃતિનો માન મોભો જળવાઈ રહે તે માટે અમારો સંઘ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને અંબાજી આવતો હોય છે.

સંઘના ભાવિ ભક્તોએ જણાવ્યું હતું કે 23 વર્ષથી રાજકોટથી સંઘ લઈને નીકળીએ છીએ અમારા સંઘમાં દરેક પુરુષ અને સ્ત્રી સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માતાજીની રિઝવવા માટે આવે છે. ભારતીય સંસ્કૃતિને જાળવવા અને સ્ત્રીનો માન, મોભો, મર્યાદા જળવાઈ રહે તે માટે આ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને મા ની ભક્તિ કરીએ છીએ. અમારા સંઘમાં ખુશખુશાલ રમતા, ગરબા ગાતા મા અંબાના ચરણોમાં આજે પહોંચ્યા છે, ત્યારે અમને જરા થાકનો અહેસાસ થતો નથી અને હજુગઈકાલે જ નીકળ્યા હોય ને આજે પહોંચ્યા હોય તેવી અનુભૂતિ થાય છે અને માં ના ખોળામાં રમતા હોઈએ તેવો અલૌકિક આનંદ થાય છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિંન્દ ટીવી

Exit mobile version