Site icon hindtv.in

સુરતના વરાછા વિસ્તારમાં લગ્નની લાલચે યૌન શોષણ

સુરતના વરાછા વિસ્તારમાં લગ્નની લાલચે યૌન શોષણ
Spread the love

સુરતના વરાછા વિસ્તારમાં લગ્નની લાલચે યૌન શોષણ
વિધવા સાથે લગ્નની લાલચે યૌન શોષણ કરનાર નરાધમ કાપડ વેપારી
આરોપી કાપડ વેપારી રમેશ સાંખટની ધરપકડ કરી

સુરતના વરાછા વિસ્તારમાં રહેતી વિધવા સાથે લગ્નની લાલચે યૌન શોષણ કરનાર નરાધમ કાપડ વેપારી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા જ અશ્વિનિકુમાર પોલીસે તેની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતની અશ્વિનીકુમાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના વરાછામાં રહેતા વિધવા મહિલા સાથે ફેસબુક પર મિત્રતા બાદ કાપોદ્રાના કાપડ વેપારી રમેશ સાંખટએ લગ્નની લાલચ આપી વિધવાનું બે વર્ષ યૌન શોષણ કર્યું હતું. વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની ખોટી લાલચ આપી બે વર્ષ સુધી યૌન શોષણ કર્યા બાદ આરોપીએ કોર્ટ કેસના બહાને વિધવા પાસેથી 4 લાખ પણ પડાવી લીધા હતાં. જો કે કાપડ વેપારીએ વિધવા સાથે લગ્ન નહી કરતા અને વારંવાર યૌનશોષણ કરતા આખરે કંટાળેલી પીડિતાએ વેપારી વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જ અશ્વિનીકુમાર પોલીસે ગુનો નોંધી આરોપી કાપડ વેપારી રમેશ સાંખટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version