રાજકોટમાં પહેલા સ્નાનઘર હવે સીવણ ક્લાસ
સ્નાનઘરને રંગરોગાન કરી સીવણ ક્લાસ ચાલુ કરાયો.
ભાજપ ના આગેવાને સ્નાનઘરમાં કર્યો કબજો.
મહિલા કોર્પોરેટરના પતિએ સીવણ ક્લાસ માટે આપી મંજૂરી.
રાજકોટ મહાનગરપાલિકા તંત્ર પર ભાજપના આગેવાનો જ નહીં કાર્યકરો પણ જોહુકમી ચલાવે છે. શહેરના વોર્ડ નં 13 માં માઠા પ્રસંગના મહિલાઓના બાથરૂમમાં ભાજપના આગેવાને ગેરકાયદે સીવણ ક્લાસ ચાલુ કરી દીધા હતા. દિવ્ય ભાસ્કરની ટીમે સ્થળ પર જઇ ભાજપ કાર્યકરના દબાણનો ભાંડાફોડ કર્યો છે
રાજકોટ શહેરના વોર્ડ નં.13માં પી.ડી.માલવિયા કોલેજ પાછળ સ્વામિનારાયણ ચોક નજીક આવેલા માઠા પ્રસંગમાં મહિલાઓના બાથરૂમમાં કેટલાક સમયથી એ વિસ્તારના ભાજપના આગેવાને કબજો જમાવ્યો હતો અને લાંબા સમયથી મહિલાઓ માટે સીવણ ક્લાસ ચાલુ કરી દીધા હતા. આ બાબતે વિસ્તારના લોકોએ આક્રોશ સાથે કહ્યું હતું કે, માઠા પ્રસંગમાં મહિલાઓ અહીં નહાય શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા બાથરૂમ બનાવી આપવામાં આવ્યા છે, પરંતુ આ વિસ્તારના ભાજપના કાર્યકર ધર્મેશ ઝરિયાએ કેટલાક સમયથી સીવણ ક્લાસ ચાલુ કરી દીધા છે અને મહિલાઓ પાસેથી રૂ.700 ઉઘરાવવામાં આવે છે.
મનપાએ બનાવેલા મહિલાઓ માટેના બાથરૂમમાં ભાજપના કાર્યકરે દબાણ કરી સીવણ ક્લાસ ચાલુ કરી દીધાના મામલે દિવ્ય ભાસ્કરે મંગળવારે સાંજે સ્થળ પર જઇને તપાસ કરી હતી તો સીવણ ક્લાસ ચાલતા હતા. આ બાબતે મનપાના સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, લોકોની આ બાબતે ફરિયાદ આવતાં સોમવારે જ સીવણ ક્લાસ બંધ કરી દેવા માટે વોર્ડ ઓફિસર ભાવેશ સોનાગ્રાને સૂચના આપવામાં આવી હતી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

