કામરેજના વાવ ખાતે સેવા સેતુ કાર્યક્રમ,
8 ગામોના ગ્રામજનોએ લીધો લાભ
મોટી સંખ્યામાં ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો
કામરેજના વાવ ખાતે એસઆરપી ગ્રુપમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કામરેજ તાલુકાના 8 ગામોને આવરી લેવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો.
કામરેજના વાવ એસઆરપી ગ્રુપ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં વાવ, નવાગામ, નનસાડ, કોડીભારથાણા, કોસમડી, સીમાડી, જોખા અને ધારૂઠા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ લોકોને ઘરઆંગણે મળી રહે તેવા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપી સરકારી યોજનાઓનો લાભ લીધો હતો.આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી, કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ કૌશલભાઈ પટેલ, કામરેજ મામલતદાર ડૉ. રશ્મિલ ઠાકોર સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા

