Site icon hindtv.in

ભાભર નગરમાં નવીન હાઇવે પર સર્વિસ રોડનું કામ

ભાભર નગરમાં નવીન હાઇવે પર સર્વિસ રોડનું કામ
Spread the love

ભાભર નગરમાં નવીન હાઇવે પર સર્વિસ રોડનું કામ
કામ લાંબા સમયથી અધૂરું રહેતા વેપારીઓમાં રોષ
વેપારીઓએ તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે

ભાભર નગરમાં નવીન હાઇવે પર સર્વિસ રોડનું કામ લાંબા સમયથી અધૂરું છે, જેના કારણે સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓ દ્વારા આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે.

ભાભર નગરમાં છેલ્લા ઘણા મહિનાઓથી સર્વિસ રોડનું કામ પૂર્ણ ન થતાં વેપારીઓને માલસામાનની હેરફેર, ગ્રાહકોની અવરજવર અને દૈનિક વ્યવહારમાં અવરોધ ઊભો થયો છે. રસ્તો ખોદાયેલો હોવાથી દુકાનો સુધી પહોંચવામાં ગ્રાહકોને મુશ્કેલી પડે છે, જેની સીધી અસર વેપાર પર થઈ રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, ફર્નિચર સહિતના ભારે માલસામાનની હેરફેર માટે વાહનોને લાંબો ચક્કર મારવો પડે છે. કેટલીક જગ્યાએ ડિવાઈડર પાર કરીને માલસામાન લઈ જવાની ફરજ પડે છે, જેનાથી સમય અને ખર્ચ બંનેમાં વધારો થાય છે.

છેલ્લા છ મહિનાથી વધુ સમયથી વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ કામગીરી પૂર્ણ થતી નથી. ચોમાસાની શરૂઆત થતાં વેપારીઓની ચિંતા વધી છે. સર્વિસ રોડની બાજુમાં ઊંચી ગટરો અને અધૂરી કામગીરીને કારણે વરસાદી પાણી દુકાનોમાં ઘૂસવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારીઓએ તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને કામ ઝડપથી પૂર્ણ કરવા વિનંતી કરી છે. આ મામલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભાભર શહેરમાં વિકાસ પથનું કામ કેટલાક સમયથી અટવાયેલું છે. ભાભર સેક્શનના મદદનીશ ઇજનેરે સ્પષ્ટતા કરી કે UGVCLના પાંચ ડીપી અને વીજ પોલ હટાવવાની પ્રક્રિયા ચાલુ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version