Site icon hindtv.in

સુરતમાં પીએમ મોદીના જન્મદિવસે ડાયમંડ હોસ્પિટલની સેવાકીય પહેલ

સુરતમાં પીએમ મોદીના જન્મદિવસે ડાયમંડ હોસ્પિટલની સેવાકીય પહેલ
Spread the love

સુરતમાં પીએમ મોદીના જન્મદિવસે ડાયમંડ હોસ્પિટલની સેવાકીય પહેલ
તમામ ઓપીડી અને પ્રસૂતિની સારવાર વિનામૂલ્યે આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ડાયમંડ હોસ્પિટલ દ્વારા પણ સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી હતી, જેમાં તમામ ઓપીડી તેમજ પ્રસૂતિની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી હતી.

પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતની ડાયમંડ હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે ખાસ સેવાકીય આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ દ્વારા તમામ ઓપીડી અને પ્રસૂતિની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો. આ પ્રસંગે ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ડાયમંડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની મુલાકાત દરમિયાન મંત્રીએ ટ્રસ્ટીઓ અને સ્ટાફ સભ્યો સાથે મળીને ભગવાન ગણેશજીની વંદના કરી અને આરતીમાં પણ જોડાયા હતા. ડાયમંડ હોસ્પિટલ સામાજિક સેવાની ભાવના સાથે વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડતી હોસ્પિટલ તરીકે કાર્ય કરી રહી છે. વડાપ્રધાનના જન્મદિવસે હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી આ સેવાકીય પહેલ હેઠળ અનેક દર્દીઓને વિનામૂલ્યે સારવારનો લાભ મળ્યો હતો.

Exit mobile version