સુરતમાં સવાણી પટેલ પરિવાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઈ
પરિવાર દ્વારા 39 વિધવા બહેનોને રોકડ સહાય કરાઈ
સુરતમાં શ્રી સવાણી પટેલ પરિવાર દ્વારા સામાજિક કાર્યો કરાઈ રહ્યા છે ત્યારે હાલમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી.
સુરતમાં શ્રી સવાણી પટેલ પરિવાર દ્વારા 21 ઓક્ટોબર 2001ના રોજ સ્થાપના કારઈ હતી અને આ પરિવાર વિધવા સહાય, વિધવા દિકરી સહાય, શિક્ષણ સહાય, મેડીકલ સહાય, દાદા દાદાગી સહાયનુ આયોજન કરે છે. તો 5 ઓક્ટોબર 2025ના રોજ 30 વિધવા મહિલાઓ, 9 વિધવા દિકરી મળી 39 વિધવા બહેનોને રોકડ સહાય કરાઈ હતી. આ પરિવાર દ્વારા સેવાકીય કાર્યો કરાઈ છે. તો પરિવારના પ્રમુખ કરશનભાઈ સવાણી કે.પી. સવાણી તથા કારોબારીના સભ્ય સંકલન સમિતિના સભ્યો, તાલુકા પ્રતિનિધિ, ગામના પ્રતિનિધિ મળી 131 જેટલા સેવાકીય ટીમ દ્વારા તન મન અને ધનથી સેવા કરાઈ છે. પરિવારના વડીલો દ્વારા આ પરિવારને આર્થિક સહયોગ મળી રહ્યો છે ત્યારે જ પરિવાર થકી આવા કાર્યો કરાઈ રહ્યા હોવાનું જણાવાયુ હતું.

