Site icon hindtv.in

સુરતમાં રાંદેરમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી

સુરતમાં રાંદેરમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી
Spread the love

સુરતમાં રાંદેરમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી
કન્સ્ટ્રક્શન સાઈટ પરથી નીચે પટકાતા શ્રમિકનું મોત
સેન્ટીંગનું કામ કરતી વખતે નીચે પટકાતા મોત
બાંધકામ સાઈટ પર સેફટી ન મળ્યા હોવાના આક્ષેપ

સુરતના રાંદેર વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પરથી પટકાયેલા મજુરનુ મોત નિપજતા પરિવારજનોમાં શોક છવાયો હતો તો બાંધકામ સાઈટ પર કોઈ સેફ્ટી ન હતી.

સુરતના રાંદેર વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટના ત્રીજા માળેથી નીચે પટકાતા હરીમોહન નામના મજુરનુ મોત નિપજ્યુ હતુ. રાંદેર બબાગેટ વિસ્તારમાં ચાલી રહેલા બાંધકામ સાઈટ પર હરી મોહન સેન્ટીંગનું કામ કરતા નીચે પટકાયો હતો. તો એવા આક્ષેપ કરાયા હતાં કે બાંધકામ સાઈટ પર કોઈ પણ પ્રકારની સેફટી ન હતી. અને મજુર પટકાયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા નજીકના કોઈ હોસ્પિટલ કે દવાખાનામાં લઈ ન જવાયો હોય જેથી મજુરનુ મોત નિપજ્યુ હોવાનો આક્ષેપ કરાયો હતો. તો મૃતક રાજસ્થાનનો વતની હોય અને દસ દિવસ પહેલા જ રોજગાર માટે સુરત આવ્યો હોવાનુ સામે આવ્યુ છે. હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version