Site icon hindtv.in

સુરતમાં વધતી ગુનાખોરીને લઈને ગંભીર ચિંતા

સુરતમાં વધતી ગુનાખોરીને લઈને ગંભીર ચિંતા
Spread the love

સુરતમાં વધતી ગુનાખોરીને લઈને ગંભીર ચિંતા
છેલ્લા 12 દિવસમાં 8 હત્યાના બનાવોથી શહેરમાં ભયનો માહોલ
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠ્યા સવાલો
સુરત આપ પ્રમુખે પોલીસ કમિશનરને આપ્યું આવેદનપત્ર

સુરતમાં વધી રહેલી ગુનાખોરીને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ છે. કારણ કે છેલ્લા 12 દિવસમાં 8 જેટલી હત્યાઓની ઘટનાઓએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. ત્યારે સુરત આપ પ્રમુખે સુરત પોલીસ કમિસનરને આવેદન પત્ર આપી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા રજુઆત કરી હતી.

સુરત શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરીને લઈને હવે અવાજ ઉઠવા લાગ્યો છે. છેલ્લા 12 દિવસમાં થયેલી 8 હત્યાની ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ત્યારે સુરત શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કોર્પોરેટર ધર્મેશ ભંડેરી દ્વારા સુરત પોલીસ કમિશ્નરને કરાયેલી રજૂઆતમાં જણાવાયુ હતું કે શહેરમાં દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ પર તાત્કાલિક કાર્યવાહી, ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવા, પોલીસ સ્ટાફ વધારવા અને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી લગાવવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ પીસીઆર વાનના પેટ્રોલિંગમાં વધારો કરી શહેરને વધુ સુરક્ષિત બનાવવાની અપીલ કરવામાં આવી હતી. ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર આ રજૂઆત પર કેટલું ઝડપથી પગલાં ભરે છે.

Exit mobile version