Site icon hindtv.in

ભાવનગર શહેરમા બેટલેગરો દ્વારા ગંભીર હુમલો

ભાવનગર શહેરમા બેટલેગરો દ્વારા ગંભીર હુમલો
Spread the love

ભાવનગર શહેરમા બેટલેગરો દ્વારા ગંભીર હુમલો
વૃદ્ધ મહિલાનો બુટલેગરો દ્વારા હુમલો કર્યાનો આક્ષેપ કર્યો

ભાવનગર શહેરમા અક્ષયપાર્ક વિસ્તારમાં રહેતી એક વૃદ્ધ મહિલાએ દારૂના બુટલેગરો દ્વારા ગંભીર હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે.

ભાવનગર શહેરમા અક્ષયપાર્કમાં રહેતા કમુબેન નામની વૃદ્ધ મહિલાને ચારથી પાંચ ઇસમોએ ધોકા અને પાઇપ વડે માર માર્યો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં કમુબેનને માથાના ભાગે અને બન્ને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી છે, જેના કારણે તેમને તાત્કાલિક સર.ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કમુબેનના જણાવ્યા અનુસાર, તેમના ઘર નજીક કેટલાક ઇસમો દારૂનો ગેરકાયદે વેપાર કરે છે અને અગાઉ તેમણે આ મામલે પોલીસ રેડ પડાવવામાં સહકાર આપ્યો હોય જેના શંકા રાખી જૂની ઇસમોએ તેમના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.

આ ઉપરાંત, કમુબેને એ પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે પોલીસ તેમની ફરિયાદ નોંધતી નથી અને દારૂના ધંધા કરતા ઇસમોને સાથ આપે છે. હુમલા બાદ પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થતાં પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે.હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ મામલે શું પગલાં ભરે છે…..

Exit mobile version