સુરેન્દ્રનગર પાટડીમાં ધારાસભ્યપી.કે.પરમાર પર લાગ્યા ગંભીર આક્ષેપ
ધારાસભ્ય પી.કે.પરમારના સાગરિતોએ યુવકને માર માર્યાનો આક્ષેપ
રાજરત્ન નાગવંશી નામના યુવકને માર મારતો વીડિયો વાયરલ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં યુવકને ક્રૂર રીતે માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ફરિયાદી યુવક રાજરત્ન નાગવંશીના આક્ષેપ મુજબ, દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારના પુત્ર તથા સંબંધીઓએ તેનું અપહરણ કરી તેને માર માર્યો.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં યુવકને ક્રૂર રીતે માર મારવામાં ફરિયાદી રાજરત્ન નાગવંશી દ્વારા જણાવ્યા અનુસાર, દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારે મંત્રીને આંબેડકરની તસવીર ભેટ આપી હતી. આ તસવીર પર ધારાસભ્યનું નામ લખાયું હતું. ફરિયાદી રાજરત્ન નાગવંશીએ ધારાસભ્યને ફોન કરીને તસવીર પર “આંબેડકરનું નામ લખવું જોઈએ” એવી માંગણી કરી હતી. આ વાતથી નારાજ થઈ ધારાસભ્યના પુત્ર રજની પરમાર, સાથે મહેશ પરમાર, મયૂર અને રોનકે મળીને તેને પહેલા ફોન પર ધમકાવ્યો અને બાદમાં રૂબરૂ મળી જુદી-જુદી ત્રણ જગ્યાઓ પર લઇ જઇ માર માર્યો. 13 દિવસ વીતી ગયા હોવા છતાં પાટડી પોલીસે હજુ સુધી ફરિયાદ નોંધેલી નથી. ફરિયાદીનો આક્ષેપ છે કે સમાજના પ્રભાવશાળી લોકોના દબાણને કારણે પોલીસ કાર્યવાહી ટાળી રહી છે. આ સમગ્ર ઘટના હવે રાજ્ય સ્તરે ચર્ચાનો વિષય બની છે, અને પીડિત પક્ષ ન્યાયની માંગણી કરી રહ્યો છે.
દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારે મંત્રીને આંબેડકરની તસવીર ભેટ આપી હતી. આ તસવીર પર ધારાસભ્યનું નામ લખાયું હતું. ફરિયાદી રાજરત્ન નાગવંશીએ ધારાસભ્યને ફોન કરીને તસવીર પર “આંબેડકરનું નામ લખવું જોઈએ” એવી માંગણી કરી હતી. જેમાં યુવકને ક્રૂર રીતે માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે, ફરિયાદીના જણાવ્યા મુજબ તારીખ 2 નવેમ્બરના રોજ તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેને ત્રણ જુદી જુદી જગ્યાએ લઈ જવામાં આવ્યો હતી જે આખી ઘટનાનો વીડિયો હવે વાયરલ થયો છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

