Site icon hindtv.in

સુરત સિવિલના રેસિડેન્ટ તબીબના આપઘાતમાં ગંભીર આક્ષેપો

સુરત સિવિલના રેસિડેન્ટ તબીબના આપઘાતમાં ગંભીર આક્ષેપો
Spread the love

સુરત સિવિલના રેસિડેન્ટ તબીબના આપઘાતમાં ગંભીર આક્ષેપો
હવે પરિવાર ન્યાયની માંગ સાથે ખટોદરા પોલીસ મથકે
જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ન્યાય મળે.

સુરતની નવી સિવિલ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબ હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં હવે પરિવાર ન્યાયની માંગ સાથે ખટોદરા પોલીસ મથકે પહોંચ્યો હતો અને ગંભીર આક્ષેપો કર્યા હતાં.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આપઘાત કરનાર રેસિડેન્ટ તબીબ હર્ષ પંડ્યાના આપઘાત મામલે પરિવારે ન્યાયની માંગ કરી ખટોદરા પોલીસ મથકે પહોંચી મૃતક હર્ષ પંડ્યાના પિતા સુભાષ પંડ્યા આક્ષેપ કરતા કહ્યુ હતુ કે સમગ્ર મામલે મેડિકલ કોલેજ તંત્ર અને સંબંધિત વિભાગો વચ્ચે સાંઠગાંઠ થઈ હોવાની શંકા છે અને ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. સુભાષ પંડ્યાના જણાવ્યા મુજબ તેમના પુત્ર સાથે રેગિંગ અને માનસિક ત્રાસની ગંભીર ઘટના બની હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શરૂઆતમાં તેમના પુત્રએ આપઘાત કર્યો હતો, પરંતુ ત્યારબાદ એન્ટી રેગિંગ કમિટી દ્વારા તેની સાથે મારપીટ કરવામાં આવી હોવાનો પરિવારનો દાવો છે.

પરિવારનું કહેવું છે કે અત્યાર સુધી રેગિંગની કલમ અંગે પણ યોગ્ય કાર્યવાહી થઈ નથી અને મેડિકલ કાઉન્સિલ તથા સંબંધિત નિયમોનું પાલન થયું કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ. હાલના અહેવાલો મુજબ એન્ટી રેગિંગ તપાસમાં રેગિંગ અને માનસિક ત્રાસ અંગે વિગતો સામે આવી છે અને ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે હર્ષ પંડ્યાના પરિવારની એક જ માંગ છે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય, જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને પરિવારને ન્યાય મળે.

Exit mobile version