રામ મંદિરને મળેલા દાનને લઈને કોંગ્રેસના રામ મંદિર ટ્રસ્ટ પર ગંભીર આરોપો
સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માંગ
ફોરેન્સિક ઓડિટની પણ માંગ કરી
રામ મંદિરને મળેલા દાનને લઈને કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને રામ મંદિર ટ્રસ્ટ પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસે સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માંગ સાથે ફોરેન્સિક ઓડિટની પણ માંગ કરી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે રામ મંદિર દાનના મુદ્દે ભાજપ અને આરએસએસને નિશાન બનાવતાં અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે દાનના ઉપયોગમાં ગેરરીતિ થઈ હોવાની શંકા છે અને સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. સાથે જ રામ મંદિર ટ્રસ્ટનું ફોરેન્સિક ઓડિટ કરાવવાની અને ટ્રસ્ટને ભંગ કરીને ચંપત રાય સહિત જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ આ મુદ્દે જાહેરમાં જવાબ આપવાની માંગ કરી છે.

