Site icon hindtv.in

તાપીના ઉચ્છલ નજીક ગંભીર અકસ્માત

તાપીના ઉચ્છલ નજીક ગંભીર અકસ્માત
Spread the love

તાપીના ઉચ્છલ નજીક ગંભીર અકસ્માત
પૂરપાટ ઝડપે આવતી પીકઅપ ગાડીએ બાઈક સવારને કચડ્યા,

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના દેવચાંદની ગામની સીમમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નંબર ૮૦ પર આજે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પૂરપાટ ઝડપે આવતી પીકઅપ ગાડીએ સામેથી આવતા મોટર સાઈકલ સવારને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ આજે તા. ૧૭/૦૬/૨૦૨૬ના રોજ બપોરે આશરે ૩:૦૦ વાગ્યાના સુમારે ઉચ્છલ-નિઝર રોડ પર દેવચાંદની ગામ પાસેના બ્રિજ નજીક આ અકસ્માત થયો હતો. મારૂતિ સુઝુકી કંપનીની સુપર કેરી મીની પીકઅપ ગાડી (નંબર GJ-19-Y-6761) ના ચાલક માનવેન્દ્રસિંહ જોગસિંહ ચૌહાણે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી હતી. પીકઅપ ગાડી રોંગ સાઈડમાં આવીને સામેથી આવતી પલ્સર મોટર સાઈકલ (નંબર GJ-26-AH-1355) ને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં બાઈક સવાર માર્ગીયાભાઈ બાવાભાઈ વસાવા (ઉ.વ. ૫૧, રહે. આમકુટી ગામ, નિશાળ ફળિયું, તા. ઉચ્છલ)ને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ચહેરા પર પણ ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.આ ઘટના અંગે મૃતકના દીકરી પાર્વતીબેન પિયુષભાઈ વસાવાએ ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પીકઅપ ગાડીના ચાલક માનવેન્દ્રસિંહ જોગસિંહ ચૌહાણ (રહે. મુળ સાચોર, જિ. જાલોર, રાજસ્થાન; હાલ રહે. રૂમકીતલાવ ગામ, તા. નિઝર) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version