સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા પ્રમુખની વરણી
નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આજ રોજ ગણદેવી નગરપાલિકાના સભાખંડ ખાતે ઇન્ચાર્જ ચીખલી પ્રાંત અધિકારી રોશની પટેલની અધ્યક્ષતામાં અધિવર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. ગણદેવી નગરપાલિકામાં બહુમતી સાથે સત્તા પર આવેલી ભાજપ પાર્ટીએ પ્રમુખ પદ માટે અનિતાબેન ભંડારીના નામ પર સત્તાવાર મોહર મારી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ પટેલ અને કારોબારી અધ્યક્ષ તરીકે પિનાકિન પંડયાની નિમણૂક કરવામાં આવી હતી. વરણી બાદ ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ભાજપ પદાધિકારીઓ સાથે સમર્થકોએ શુભાકાનમાં પાઠવી હતી. નવનિયુક્ત પ્રમુખ અનિતાબેન ભંડારીએ પદભાર સંભાળ્યા બાદ શહેરના અધૂરા વિકાસકાર્યોને ઝડપથી પૂર્ણ કરવા, નવા વિકાસલક્ષી કામોને પ્રાથમિકતા આપવા તેમજ પારદર્શક અને નિષ્પક્ષ વહીવટ આપવાનો વિશ્વાસ નગરજનોને આપ્યો હતો.

