વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શિષ્યવૃત્તિ એનાયત
નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધન, મુખ્યમંત્રી જ્ઞાન સાધના
જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના હેઠળ 13.96 લાખ વિદ્યાર્થીઓ સહાય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી વિદ્યાર્થીઓમાં સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધન યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના હેઠળ સ્કોલરશીપનું આપવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી સહિત શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા સહિત અન્ય નેતા ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી વિદ્યાર્થીઓમાં સ્કોલરશીપનું વિતરણ કાર્યક્રમમાં આજે તારીખ 27 માર્ચના દિવસે કુલ 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી છે. જેમાં 354 કરોડની સ્કોલરશીપ આપવામાં આવી છે. જેમાં વર્ષ 2023-26માં અંદાજીત 27 લાખથી વિદ્યાર્થીઓને કુલ રૂ.1871 કરોડની સ્કોલરશીપ આપવામાં આવી છે.
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી 2.0 અંતર્ગત પસંદગી પામેલ સ્ટાર્ટઅપ ઇનોવેશન આઈડિયાને પણ ગ્રાન્ટ વિતરણ કરવામાં આવી છે. આ પ્રસંગે મિલિન્દ તોરવણેએ અગ્ર સચિવ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, મેયર મીરાબેન પટેલ ધારાસભ્ય રીટાબેન પટેલ, સહિતના શિક્ષણ વિભાગના અધિકારીઓ સ્કોલરશીપ મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

