Site icon hindtv.in

સોનગઢ નગરપાલિકામાં વિકાસના નામે ‘કૌભાંડ’

સોનગઢ નગરપાલિકામાં વિકાસના નામે ‘કૌભાંડ’
Spread the love

સોનગઢ નગરપાલિકામાં વિકાસના નામે ‘કૌભાંડ’
500ની લાઈટ 3800માં ખરીદી જનતાના નાણાંની ખુલ્લી લૂંટ
RTI માં વિગતો આપતા તંત્રના હાંજા ગગડ્યા
કમિશનરના આદેશ છતાં માહિતી છુપાવતા માહિતી આયોગના શરણે,

સોનગઢ નગરપાલિકામાં વિકાસના કામોની આડમાં આચરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારને લઈને સ્થાનિક રાજકારણમાં ભડકો થયો છે.

સોનગઢ પાલિકામાં સત્તાધારી પક્ષ દ્વારા બહુમતીના જોરે મનસ્વી રીતે બિલો પાસ કરાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે વિપક્ષી સભ્યોએ રણશિંગુ ફૂંક્યું છે. આ સમગ્ર કૌભાંડ મામલે આજે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી શાસકો અને વહીવટી તંત્રની મેલીભગતનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. લાઈટોની ખરીદીમાં લાખોની મલાઈ? તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વૈભવ ગામીત અને સિદ્ધાર્થ ચૌધરીની હાજરીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ચોંકાવનારા આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. વિપક્ષી નેતાઓ દ્વારા જણાવાયું હતું કે, પાલિકાએ સ્ટ્રીટ લાઈટની ખરીદીમાં ભયંકર લૂંટ ચલાવી છે. જે LED લાઈટની બજાર કિંમત આશરે 500 છે, તેવી 50 નંગ લાઈટો પાલિકાએ 3800ના ઉંચા ભાવે ખરીદી છે. આટલું જ નહીં, 2000ની કિંમતની લાઈટો માટે 12,500ના તોતિંગ બિલો મંજૂર કરી સરકારી નાણાંનો ધુમાડો કરવામાં આવ્યો છે. માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં એટલે કે નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન લાઈટ મેન્ટેનન્સ પાછળ જ ₹1.5 કરોડ ખર્ચી નખાયા છે, જે તપાસનો વિષય છે.

કોંગ્રેસના વિપક્ષી સભ્યો નાસીર બશીર શેખ અને બાનું બેન પઠાણે વર્ષ 2023-24 અને 2024-25ના હિસાબોની વિગતો માંગી હતી. પરંતુ પાલિકા તંત્રએ વિગતો આપવાનો ઈન્કાર કરતા મામલો પ્રાદેશિક કમિશનર સુધી પહોંચ્યો હતો. પ્રાદેશિક કમિશનરે ગત તા. 6-1-2026ના રોજ સુનવણી બાદ માહિતી આપવા લેખિત હુકમ કર્યો હોવા છતાં પાલિકા વહીવટી તંત્ર મચક આપતું નથી. માહિતી છુપાવવાની આ વૃત્તિ પાછળ કોઈ મોટું કૌભાંડ દબાયેલું હોવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે, જેના પગલે હવે વિપક્ષે ગુજરાત માહિતી આયોગના દ્વાર ખખડાવ્યા છે. કરોડોના ખર્ચ માત્ર કાગળ પર?…

Exit mobile version