Site icon hindtv.in

સુરતમાં ગરીબોના હક્કના સરકારી અનાજમાં ગોટાળા

સુરતમાં ગરીબોના હક્કના સરકારી અનાજમાં ગોટાળા
Spread the love

સુરતમાં ગરીબોના હક્કના સરકારી અનાજમાં ગોટાળા
કથિત અનાજ માફિયાઓ સામે જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ
પરેશ મહાલે ફાટેલા કપડાં પહેરી અને હાથમાં પ્લેકાર્ડ સાથે કર્યો વિરોધ

સુરતમાં ગરીબોના હક્કના સરકારી અનાજમાં ગોટાળાના ગંભીર આક્ષેપો સાથે લિંબાયત પુરવઠા ઝોનના અધિકારીઓ અને કથિત અનાજ માફિયાઓ સામે એક યુવકે જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો.

સુરતમાં સરકારી ગરીબોના હક્કના અનાજના કાળા બજાર અને ગોટાળાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. જેમાં સુરતના યુવાન પરેશ મહાલે એ લિંબાયત પુરવઠા ઝોનની કચેરીના કેટલાક અધિકારીઓ અને કથિત સરકારી અનાજ માફિયાઓ સામે ગરીબોના હક્કના અનાજની ચોરીનો ગંભીર આક્ષેપ કર્યો હતો. અને દાવો કર્યો હતો કે તેની પાસે આક્ષેપોને સમર્થન આપતા કેટલાક પુરાવા છે અને તે પુરાવા જિલ્લા કલેક્ટર, પુરવઠા વિભાગ તેમજ પ્રધાનમંત્રી કચેરી સુધી રજૂ કરી ચૂક્યો છે. તેમ છતાં અત્યાર સુધી કોઈ અસરકારક તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી એવો આક્ષેપ કર્યો હતો.

આક્ષેપોને લઈને પરેશ મહાલે ફાટેલા કપડાં પહેરી અને હાથમાં પ્લેકાર્ડ સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યો હતો. તેણે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની મંજૂરી પણ માંગી હતી. યુવકે માંગ કરી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ અધિકારી અથવા અન્ય વ્યક્તિ દોષિત સાબિત થાય તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

Exit mobile version