Site icon hindtv.in

તાપીમાં શિક્ષણ બચાવો, અન્યાય હટાવો

તાપીમાં શિક્ષણ બચાવો, અન્યાય હટાવો
Spread the love

તાપીમાં શિક્ષણ બચાવો, અન્યાય હટાવો
બુહારીના લોકપ્રિય શિક્ષક સામેની કાર્યવાહીથી વાલીઓ રસ્તા પર
પોલીસની કામગીરી સામે સવાલ
શું કોઈ રાજકીય કિન્નાખોરીમાં શિક્ષકને ફસાવવામાં આવ્યા ?

વાલોડના બુહારીમાં શિક્ષકની ધરપકડના વિરોધમાં વાલીઓનું વંટોળ: પોલીસ અધિક્ષકને અપાયું આવેદનપત્ર

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ખાતે વર્ષોથી ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણનું ભાથું પીરસતા લોકપ્રિય શિક્ષક અસ્વદ શેખ ની ધરપકડ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે આજે મોટી સંખ્યામાં વાલીઓ અને અગ્રણીઓએ એકઠા થઈ પોલીસ અધિક્ષકને કડક શબ્દોમાં આવેદનપત્ર પાઠવ્યું છે. વાલીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે શેખને કોઈ અંગત અદાવત અથવા ખોટી રીતે કિન્નાખોરી રાખીને કેસમાં ફસાવવામાં આવ્યા છે. એક સામાન્ય વિવાદને મોટું સ્વરૂપ આપીને તેમની કારકિર્દી ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હાલ બોર્ડની પરીક્ષાઓ નજીક છે, તેવા સમયે જ ટ્યુશન ક્લાસ બંધ કરાવી દેવામાં આવતા ગરીબ વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકી પડ્યો છે. શું પોલીસ તંત્રને આ વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઈ ચિંતા નથી ?

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, જો આ મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જે શિક્ષકે વર્ષોથી ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં ગરીબ બાળકોને તૈયાર કર્યા, તેમને રાતોરાત ગુનેગાર સાબિત કરવા પાછળ કોનું મગજ કામ કરી રહ્યું છે ?”…

Exit mobile version