Site icon hindtv.in

બારડોલી ખાતે જિલ્લાના સરપંચ સીબિરનું આયોજન

બારડોલી ખાતે જિલ્લાના સરપંચ સીબિરનું આયોજન
Spread the love

બારડોલી ખાતે જિલ્લાના સરપંચ સીબિરનું આયોજન
પોષણ સહિત ગ્રામ વિકાસના વિવિધ વિષયોનો સમાવેશ
વેરા વસુલાત તેમજ માળખાગત સુવિધા ઉપર ભાર મૂકવામાં આવ્યો

સુરત જિલ્લા પંચાયત દ્વારા આજે બારડોલી ખાતે જિલ્લા ના સરપંચ સીબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામપંચાયત ના વિકાસ માટે જરૂરી મુદ્દાઓ માં કુપોષણ, વેરા વસુલાત, નાણાં પંચ ના કામો અને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સુરત જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા ના સરપંચો દ્વારા આજે એક મહત્વ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી તાલુકા ના તાજપોર ખાતે જિલ્લા ના સરપંચો ને સાથે રાખી જાગૃતિ સભર સરપંચ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. પોષણ સહિત ગ્રામ વિકાસ ના વિવિધ વિષયો નો આ સેમિનાર માં સમાવેશ કરવામાં આવ્યો હતો. ખાસ કરી નવા ગ્રામ્ય કક્ષા એ કુપોષણ , વેરા વસુલાત તેમજ ગામ ની માળખાગત સુવિધા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. શિબિર માં આજ બાબતો ઉપર જિલ્લા વિકાસ અધિકારી એ સરપંચો ને કંઇક આવી ટકોર કરી હતી. સુરત જિલ્લા ને લાગે વળગે ત્યાં સુધી સગર્ભા મહિલાઓ અને બાળકો ના કુપોષણ ને સુધારવા ત્રણ મહિના થી સુરત જિલ્લા માં ઝુંબેશ ચાલી રહી છે. સાથે જ જિલ્લા ના વિવિધ તાલુકાઓ માં સિકલ સેલ અંગે પણ જાગૃતિ આપવમાં આવી હતી. ગ્રામ્ય વિસ્તાર માં ઘણી પંચાયતો માં વેરા વસુલાત નો પણ પ્રશ્ન હોય વેરા વસુલાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. તમામ બાબતો ઉપર જિલ્લા ના અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમજ ન્યુટ્રિસિયન કીટ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું..

Exit mobile version