Site icon hindtv.in

વડોદરાના તલસટ ગામના સરપંચે કર્યો જીવન ટૂંકાવવાનોનો પ્રયાસ

વડોદરાના તલસટ ગામના સરપંચે કર્યો જીવન ટૂંકાવવાનોનો પ્રયાસ
Spread the love

વડોદરાના તલસટ ગામના સરપંચે કર્યો જીવન ટૂંકાવવાનોનો પ્રયાસ
તલસટના સરપંચ નવનીત ઠાકોરે પીધી ઝેરી દવા
વિકાસના કામોમાં રોડા નાંખવાની સાથે માનસિક ત્રાસનો આક્ષેપ

વડોદરાના તલસટ ગામના સરપંચ નવનીતભાઈ બળવંતભાઈ ઠાકોરે ઝેરી દવા પીધી હોવાની ઘટનાએ ગામમાં ખળભળાટ મચાવ્યો છે. આ ઘટના પાછળ રાજકીય દબાણ અને માનસિક ત્રાસનો આરોપ સરપંચે લખેલી અંતિમ ચિઠ્ઠીમાં લગાવ્યો છે. સરપંચને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, અને તેમની હાલત તેમની સ્થિતિ સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરાના તલસટ ગામના સરપંચ નવનીતભાઈ ઠાકોરે લખેલી અંતિમ ચિઠ્ઠીમાં જણાવ્યું છે કે, ગામના પૂર્વ સરપંચ અને કેટલાક આગેવાનો તેમના પર વિકાસના કામોમાં રોડા નાખી રહ્યા હતા અને માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આ ઉપરાંત, વિકાસના કામોના પૈસા અટકાવવામાં આવતા હોવાનો પણ આરોપ છે. સરપંચે ધારાસભ્યને આ અંગે અનેક વખત રજૂઆત કરી હોવાનું જણાવ્યું, પરંતુ કોઈ નિવેડો ન આવ્યો. આ ઉપરાંત, અગાઉ પણ ગામના કેટલાક શખ્સોએ તેમને મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કર્યો છે. આ અંગે અટલાદરા પોલીસ મથકના પીઆઈ એમ આર સંગળાએ જણાવ્યું હતું કે, સરપંચે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વિગતો મળતા અને પોહચ્યા હતા. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને જે અક્ષેપો કર્યા છે તે બાબતે અમે તપાસ કરીશું. હાલમાં એડી દાખલ કરવામાં આવી છે. સરપંચે ઝેરી દવા જાતે પીધી હોય તેવું હાલ સુધીમાં તપાસમાં સામે આવ્યોછે છતાં સત્યતા બાબતે અમે વધુ તપાસ કરી કાર્યવાહી કરીશું.

Exit mobile version