Site icon hindtv.in

સુરતની સારોલી પોલીસે ઠગાઈ આચરનાર ઠગને તેલંગાણાથી ઝડપ્યો

સુરતની સારોલી પોલીસે ઠગાઈ આચરનાર ઠગને તેલંગાણાથી ઝડપ્યો
Spread the love

સુરતની સારોલી પોલીસે ઠગાઈ આચરનાર ઠગને તેલંગાણાથી ઝડપ્યો
11.34 લાખથી વધુનો કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ ઠગાઈ
અશોકકુમાર રાજયૈહ બાસબથીનીને તેલંગાણાના મલ્કાગીરી ખાતેથી ઝડપ્યો

સુરતની સારોલી પોલીસે કાપડ વેપારીઓ સાથે સંપર્ક કરી વિશ્વાસમાં લઈ ઠગાઈ આચરનાર ઠગને તેલંગાણાથી ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર સહિતની સુચનાને લઈ પીઆઈ એસઆર વેકરીયાની ટીમ પીએસઆઈ સીકે માનવાલાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ રમેશભાઈ, અહેકો સંજયભાઈ અને અપોકો નિરવભાઈ તથા વૃ.અ.પો.કો. અંજનાબેનને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથક માં કાપડ વેપારીઓનો વિશ્વાસ મેળવી 11.34 લાખથી વધુનો કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ ઠગાઈ આચરનાર ઠગ એવા અશોકકુમાર રાજયૈહ બાસબથીનીને તેલંગાણાના મલ્કાગીરી ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી.

Exit mobile version