Site icon hindtv.in

સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયાનું સ્વરક્ષણ મારે રિવોલ્વરનું સૂચન

સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયાનું સ્વરક્ષણ મારે રિવોલ્વરનું સૂચન
Spread the love

સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયાનું સ્વરક્ષણ મારે રિવોલ્વરનું સૂચન
દીકરીઓની સુરક્ષાની ચિંતા કરતાં ગગજી સુતરીયાએ આપ્યું નિવેદન.
દીકરીઓ પાસે પણ રિવોલ્વર હોવી જોઈએ

અમદાવાદના સરદાર ધામ (Sardar Dham) ખાતે સુરક્ષિત ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ગગજી સુતરિયા (Gagji Sutaria) એ દીકરીઓની સુરક્ષા અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ

ફરી એકવાર ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા મુદ્દો ચર્ચામાં આવ્યો છે. અમદાવાદના સરદાર ધામ (Sardar Dham) ખાતે પાટીદાર અગ્રણી ગગજી સુતરિયાએ દીકરીઓની સુરક્ષા મુદ્દે નિવેદન કર્યા છે. ગગજી સુતરિયાના મતે દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે, સરદાર ધામ માં દીકરીઓને સુરક્ષા માટે Self Defense ની તાલીમ પણ અપાશે. સરદાર ધામમાં દીકરીઓને તલવારની તાલીમ અપાય છે. આ ઉપરાંત ગગજી સુતરિયાએ જણાવ્યું કે, દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ. તેમણે કહ્યું કે, અમે 25 વર્ષ આગળનું વિચારીએ છીએ. યહૂદીઓ પાસેથી પાટીદારોએ જ નહીં સમગ્ર દેશે શીખવાનું છે. આપણી દીકરીઓ શોપિંગમાં જતી હોય તો બાજુમાં રિવોલ્વર લટકવી જોઈએ. સરદારધામની અંદર લાઠીદાવ અને તલવારબાજી દીકરીઓને શીખડાવવાનું શરૂ કર્યું છે. સ્વરક્ષણ દીકરીઓનો અધિકાર છે.

સરદારધામના ગગજી સુતરિયાએ મહિલા સશક્તિકરણ માટે રિવોલ્વર રાખવાની વાત કરતા સુરક્ષિત ગુજરાત સામે સવાલો ઊઠવાને લઇ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગગજી સુતરિયાના નિવેદનને લઇ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેમનો કહેવાનો ધ્યેય દીકરીઓ આવનારા અલગ અલગ વિભાગોમાં નોકરી મેળવે અને સશક્ત થાય તેવો હોય એવુ હું માનું છે

વર્ષ 2023 માં પણ ગગજી સુતરીયાએ દીકરીઓની સુરક્ષા મુદ્દે કહ્યું હતું, દીકરીઓની સુરક્ષાનો આ મુદ્દો દર બીજા દિવસે ચર્ચામાં આવતો હોય છે. પણ એક પાટીદાર અગ્રણીએ દીકરીઓની સુરક્ષા માટેની વાત જાણે કે બે ડગલા આગળ આવીને કરી છે. સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયાએ શબ્દો ચોર્યા વિના કહ્યું કે આત્મરક્ષા માટે દીકરીઓએ પોતાની પાસે રિવોલ્વર રાખવી જોઈએ. સ્વભાવિક છે કે આ નિવેદન બાદ સવાલો પણ ઉઠે જેની સામે ગગજી સુતરિયાએ વધુ ચર્ચાને અંતે એવું કહ્યું કે તેમણે આત્મરક્ષાનો આ સંદર્ભ ઈઝરાયેલ પાસેથી અને તેની રાજધાની તેલ અવિવમાં જાતે કરેલા અનુભવના આધારે આપ્યો છે.

વર્તમાનમાં માત્ર પાટીદાર જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતની દીકરીઓની સુરક્ષા મુદ્દે ગગજી સુતરીયાએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દીકરીઓને કમરમાં રિવોલ્વર રાખવાનું જણાવતા નિવેદન આપ્યું કે, હવે દીકરીઓ કમરમાં રિવોલ્વર રાખે. જેનાથી ગમે ત્યારે તેની સુરક્ષાની સમસ્યા ઊભી થાય ત્યારે તે બહાદૂરી પૂર્વક સામનો કરી શકે છે. દીકરીઓની સુરક્ષા મુદ્દે સરદાર ધામ સતત પ્રયત્નો કરી રહ્યું છે. આ બાબતની માહિતી આપતા તેમણે જણાવ્યું કે, સરદાર ધામમાં દીકરીઓને તલવાર ચલાવવાની તાલીમ અપાય છે. હવે આગામી દિવસોમાં સરદાર ધામ ખાતે દીકરીઓને ડીફેન્સની તાલીમ પણ આપવામાં આવશે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

 

Exit mobile version