Site icon hindtv.in

સરથાણા પોલીસે લોન ફ્રોડ કરતી ટોળકીના બેને ઝડપી પાડ્યા

સરથાણા પોલીસે લોન ફ્રોડ કરતી ટોળકીના બેને ઝડપી પાડ્યા
Spread the love

સરથાણા પોલીસે લોન ફ્રોડ કરતી ટોળકીના બેને ઝડપી પાડ્યા
મુખ્ય આરોપીને ઝડપી પાડવા મહિલા પીએસઆઈની તરકીબ કામ લાગી
નામ બદલી મળવા બોલાવી પકડી પાડ્યો

સુરતની સરથાણા પોલીસે લોન ફ્રોડ કરતી ટોળકીના બેને ઝડપી પાડ્યા હતાં. તો મુખ્ય આરોપીને ઝડપી પાડવા મહિલા પીએસઆઈએ વોટ્સએપ પર નામ બદલી મળવા બોલાવી પકડી પાડ્યો હતો.

સુરતની સરથાણા પોલીસની મહિલા પીએસઆઈએ વોટ્સએપ પર પૂજા બની છેતરપિંડી કરનારાઓને ઝડપી પાડ્યા હતાં. લોન ઠગાઈ આચરનાર મોબાઈલ ફોન બંધ રાખતો હોય જેને લઈ મહિલા પીએસઆઈએ વોટ્સએપ પર મિત્રતા કેળવી હતી અને પુજા બની ઠગ ગીરીશ મધુ હિંદડ સાથે મિત્રતા કેળવી ડેટ પર બોલાવ્યો હતો અને તેને ઝડપી પાડ્યો હતો. લોન ફ્રોડ કરતી ટોળકીના મુખ્યા ગીરીશ મધુ હિંદડ અને તેના સાથીદાર કુલદીપ રમેશ સોલંકીને સરથાણા પોલીસે ઝડપી પાડી હાલ તો સળીયા પાછળ ધકેલી દીધા છે. તો આ અંગે ડીસીપી ઝોન વનએ વધુ માહિતી આપી હતી.

Exit mobile version