Site icon hindtv.in

માંડવી રિવરફ્રન્ટ ખાતે સ્વચ્છતા તથા વૃક્ષારોપણ

માંડવી રિવરફ્રન્ટ ખાતે સ્વચ્છતા તથા વૃક્ષારોપણ
Spread the love

માંડવી રિવરફ્રન્ટ ખાતે સ્વચ્છતા તથા વૃક્ષારોપણ
સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ યોજાયું

માંડવી સિંધવાઈ ખાતે એક પેડ માટે નામ કાર્યક્રમ બી પી સી એલ અને તાપી વન ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ દ્વારા સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ યોજાયું .

માંડવી રિવરફ્રન્ટ ખાતે સ્વચ્છતા અભિયાન તથા એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું જેમાં તાપી મૈયાને શ્રીફળ તથા પુષ્પોથી સાંસદ પ્રભુ વસાવા દ્વારાપુજા અર્ચના કરી તાપી કિનારાના ઓવરની સ્વચ્છતા કરવામાં આવી હતી. જેમાં B P C L ટીએમ સુરજીત સિંહ બોહરા તથા બારડોલીના ડિસ્ટ્રીબ્યુટર મેહુલભાઈ ભટ્ટ તેમજ શ્રી તાપી વન ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર, મિહિર વસાવા, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, પાલિકા પ્રમુખ અમિષાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરીયા કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી, વનીકરણ વિભાગના આર એફ ઓ ભાવેશભાઈ કહાર, મહામંત્રી શાલીનભાઈ શાહ,સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો દ્વારા સ્વચ્છતા અભિયાન તથા એક પેડ માટે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા એ વૃક્ષોનું જતન કરવા જણાવ્યું હતું ઉપસ્થિત રહેનાર સૌનો આભાર માન્યો હતો…

Exit mobile version