Site icon hindtv.in

સોમનાથમાં ત્રિવેણી સંગમ ઘાટ ખાતે ‘સંગમ આરતી’

સોમનાથમાં ત્રિવેણી સંગમ ઘાટ ખાતે 'સંગમ આરતી'
Spread the love

સોમનાથમાં ત્રિવેણી સંગમ ઘાટ ખાતે ‘સંગમ આરતી’
1 વર્ષ પૂર્ણ થવાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી

ભારતની અડગ આસ્થા, સાહસ અને સ્વાભિમાનનું પ્રતિક એવા પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ કલા અને સંસ્કૃતિના દ્વારા આરાધનાના અલૌકિક ‘સોમનાથ મહોત્સવ’ને ખૂલ્લો મૂકતાં પહેલા ઢળતી સાંજે ત્રિવેણી સંગમ ઘાટ ખાતે ‘સંગમ આરતી’ કરી હતી.

સોમનાથ મહાદેવના તટે હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું જ્યાં પવિત્ર મિલન થાય છે, તેવા અરબી સમુદ્રના ત્રિવેણી સંગમ સ્થળ પર સાંસદ સહિતના મહાનુભાવોએ આદ્યાત્મિક અને દિવ્ય માહોલમાં ‘સંગમ આરતી’ કરી હતી. સોમપુરા તીર્થ પુરોહિતોની વેદની ઋચાઓના ગાન સાથે ત્રિવેણી ઘાટ પરનો માહોલ સંપૂર્ણ રીતે આધ્યાત્મિકતાના રંગે રંગાયો હતો. ગીર સોમનાથના સોમનાથમાં ત્રિવેણી સંગમ ઘાટ ખાતે ‘સંગમ આરતી’ના 1 વર્ષ પૂર્ણ થવાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી

આ સંગમ આરતીમાં ધારાસભ્ય, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ, ગુજરાત ટૂરીઝમ મેનેજિંગ ડિરેક્ટર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા સહિતના અગ્રણીઓ, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતાં…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version