Site icon hindtv.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને સાર્થક કરતા સાન સાંસદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને સાર્થક કરતા સાન સાંસદ
Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને સાર્થક કરતા સાન સાંસદ
વડોદરાના સાંસદ ડૉ. હેમાંગભાઈ જોશી એસ.ટી. બસમાં મુસાફરી કરી
ભાવનગર બસ સ્ટેશનની સુવિધાઓને બિરદાવી

ભાવનગરમાં શહેરમાં વડોદરાથી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ મુલાકાતે આવ્યા હતા. મુલાકાતમાં વડાપ્રધાન દ્વારા જે ડીઝલ અને પેટ્રોલની બચતની અપીલ કરવામાં આવી હતી તેને લઈ વડોદરાના સાંસદ દ્વારા જીએસઆરટીસી બસમાં સફર કરી ભાવનગરથી અમદાવાદ ગયા હતા અને તેઓ લોકો માટે ઉદાહરણ સ્વરૂપ બન્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન અને આહવાન અનુસાર જાહેર પરિવહન સેવાનો વ્યાપક ઉપયોગ કરવો જોઈએ, તે જ વાતને ચરિતાર્થ કરતા આજરોજ વડોદરાના માનનીય સંસદ સભ્ય ડૉ. હેમાંગભાઈ જોશી સામાન્ય નાગરિકની જેમ એસ.ટી. નિગમની બસમાં ભાવનગરથી અમદાવાદ સુધીની મુસાફરી કરી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુસાફરી દરમિયાન તેમણે ભાવનગર બસ સ્ટેશનની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી.

ભાવનગર વિભાગના વિભાગીય નિયામક પિલવાઇકરના કુશળ માર્ગદર્શન હેઠળ, ભાવનગર ડેપો મેનેજર હેમંત પટેલ દ્વારા માનનીય સંસદનું બસ સ્ટેશન ખાતે ઉષ્માભેર સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન ડૉ. જોશી બસ સ્ટેશનની વિવિધ સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે બસ સ્ટેશન પર ઉપસ્થિત મુસાફરો તેમજ ભોજનાલયમાં પ્રવાસીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી, એસ.ટી. તંત્ર દ્વારા આપવામાં આવતી સેવાઓ, સફાઈ અને સુવિધાઓ અંગે પ્રત્યક્ષ પ્રતિભાવો મેળવ્યા હતા. પ્રવાસીઓ સાથે સંવાદ બાદ, માનનીય સાંસદશ્રીએ ભાવનગર બસ સ્ટેશનની ઉત્કૃષ્ટ જાળવણી, સુઘડતા અને સફાઈ વ્યવસ્થા અંગે અત્યંત સંતોષ વ્યક્ત કરી એસ.ટી. પ્રશાસનની સરાહનીય કામગીરીને મુક્તકંઠે બિરદાવી હતી.

Exit mobile version