Site icon hindtv.in

લુંટના ગુનાનો કુખ્યાત વોન્ટેડ આરોપી સલીમ ઉર્ફે સાહીલ પઠાણ

લુંટના ગુનાનો કુખ્યાત વોન્ટેડ આરોપી સલીમ ઉર્ફે સાહીલ પઠાણ
Spread the love

લુંટના ગુનાનો કુખ્યાત વોન્ટેડ આરોપી સલીમ ઉર્ફે સાહીલ પઠાણ
નિઝર પોલીસે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી

ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનના લુંટના ગુનાનો કુખ્યાત વોન્ટેડ આરોપી સલીમ ઉર્ફે સાહીલ પઠાણને ઝડપી પાડતી નિઝર પોલીસ

જે.એન.દેસાઇ પોલીસ અધિક્ષક તાપી વ્યારા તથા આઇ.એન.પરમાર નાયબ પોલીસ અધિક્ષક નિઝરનાઓએ જિલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને આરોપી- સાહિલ ઉર્ફે પઠાણ સલીમ કાળ સરદાર પઠાણનાઓને તા.૦૮/૦૭/૨૦૨૪ એ અટક કરી નામદાર કોર્ટ માં રજુ કરવામાં આવેલ જે આરોપીના નામદાર સેશન્સ કોર્ટ તરફથી જરૂરી શરતોને આધીન જામીન મુકત કરવમાં આવેલ હતો ત્યારબાદ જામીન ઉપર છુટ્યા પછી આ આરોપી વિરૂધ્માં ઉચ્છલ તથા બારડોલી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવેલ હોય જેથી ગુનાના જામીન રદ કરવામાં આવેલ અને નામદાર સેશન્સ કોર્ટ તાપી – વ્યારા ના કામે ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવેલ જે આ કામનો આરોપી સાહિલ ઉર્ફે સલીમ પઠાણ નાસતો ફરતો હોય જે આરોપીની ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સાહિલ ઉર્ફે સલીમ પઠાણ નાઓ મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લાના ભુસાવલ ખાતે હોટલમાં રોકાયેલ હોય જેથી સદર બાતમી હકીકત વાળી જગ્યાએ સ્થાનિક પોલીસની મદદ લઈ આ કામના આરોપીને પકડી પાડી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ પુછપરછ કરતા સાહિલ ઉર્ફે સલીમ પઠાણનાઓએ ગોધરા, બારડોલી રૂરલ તથા મુજબના ગુનાની કબુલાત કરેલ છે અને સદર આરોપીના નામે 12 જેટલા પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધાયેલ છે અને જેની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Exit mobile version