Site icon hindtv.in

ગુજરાતમાં ગોગો પેપર સહિતના નશામાં વપરાતી વસ્તુઓનું વેચાણ

ગુજરાતમાં ગોગો પેપર સહિતના નશામાં વપરાતી વસ્તુઓનું વેચાણ
Spread the love

ગુજરાતમાં ગોગો પેપર સહિતના નશામાં વપરાતી વસ્તુઓનું વેચાણ
ઉત્રાણ પોલીસ દ્વારા પાન પાર્લરમાં ચેકિંગ કરાયુ

ગુજરાતમાં ગોગો પેપર સહિતના નશામાં વપરાતી વસ્તુઓ પર રાજ્ય સરકારે પ્રતિબંધ મુક્યુ હોય જને લઈ ઉત્રાણ પોલીસ દ્વારા પાન પાર્લરમાં ચેકિંગ કરાયુ હતું.

યુવાનોમાં નશાની આદત રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો હોય રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઝેરી પદાર્થો હોવાથી પ્રતિબંધ મુકાયો છે. ગુજરાત રાજ્યના તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને કરિયાણાની દુકાનોમાં આ વસ્તુઓ રાખી શકાશે નહીં જેને લઈ સુરતની ઉત્રાણ પોલીસ દ્વારા પ્રતિબંધીત ગો-ગો સ્મોકીંગ કોન તથા રોલીંગ પેપરનું વેચાણ કરતા પાન- પાર્લરનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Exit mobile version