Site icon hindtv.in

સલાબતપુરા પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો

સલાબતપુરા પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો
Spread the love

સલાબતપુરા પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો
રાજહંસ ઇમ્પીરીયલ ટેક્સ્ટાઇલ માર્કેટના પાછળના ભાગેથી ઝડપી પાડ્યો
મડી ડ્રગ્સ આપનાર આરોપીના પુત્રને વોન્ટેડ જાહેર કરાયો

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની સલાબતપુરા પોલીસની ટીમે એમડી ડ્રગ્સ સહિત મોબાઈલ અને રોકડ કબ્જે લઈ આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે એમડી ડ્રગ્સ આપનાર આરોપીના પુત્રને વોન્ટેડ જાહેર કરાયો હતો.

સુરત પોલીસ છેલ્લા ઘણા વર્ષોથી નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરત પોલીસની સલાબતપુરા પોલીસને ફરી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી હતી. સલાબતપુરા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સલાબતપુરા રાજહંસ ઈમ્પીરીયા માર્કેટ વાળા રસ્તા પર ક્રિષ્ના માર્કેટના ગેટની બાજુની દિવાલ પાસેથી મુળ મહારાષ્ટ્રના નંદુરબારનો અને હાલ સલાબતપુરા ઉમરવાડા બેઠી કોલોની ખાતે રહેતા ખલીલ લુકમાન શેખને ઝડપી પાડ્યો હતો. અને તેની ઝડતી લેતા તેની પાસેથી 74 હજારની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે એમડી ડ્રગ્સ, મોબાઈલ અને રોકડા રૂપિયા સહિતની મત્તા મળી 80 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આરોપીની પુછપરછ કરતા તેને આ એમડી ડ્રગ્સ તેના પુત્ર તૌફીન ઉર્ફે સોનુ એ છુટકમાં વેંચવા આપ્યો હોવાની કબુલાત કરતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. તો ઝડપાયેલો ખલીલ શેખ અગાઉ પણ સલાબતપુરા અને વેસુ પોલીસના હાથે ઝડપાયો હોવાની કબુલાત કરી હતી. હાલ તો આ મામલે સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version